Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

આગામી વર્ષ માટે H-1B વીઝા અરજીઓ સ્વીકારવાનું એપ્રિલ ૨૦૨૦ થી શરૃ થવાની શકયતાઃ નવા નિયમો તથા ફીની રકમ સાથે ૮૫ હજાર વીઝા મંજુર કરવા USCIS ને OBMની મંજુરી

વોશીગ્ટનઃ યુ.એસ. સીટીઝન શીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ (USCIS)એ ૨૦૨૦ની સાલમાં આપવાના થતા H-1B વીઝા માટે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB)ની મંજુરી મેળવી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. જે મુજબ ઇલેકટ્રોનિક પ્રિ-રજીસ્ટ્રેશન એપ્રિલ ૨૦૨૦ના શરૃઆતના ગાળામાં થવાની શકતા છે. જેમાં નવા નિયમો તથા ફી ની રકમનો સમાવેશ થાય છે. જો કે ફીની રકમ હજુ સુધી જાહેર કરાઇ નથી.

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ૮૫ હજાર H-1B વીઝા મંજુર કરવામાં આવે છે. જે મેળવનાર વિદેશી મૂળના નાગરિકો ૧ ઓકટો.થી કામે ચડી શકે તેવી જોગવાઇ હોય છે.

(7:34 pm IST)