Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ઇન્ડિયન અમેેરિકન શ્રી અનુરાગ સિંઘલની ફલોરિડા સાઉધર્ન ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંકઃ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ જુદા જુદા ૧૦ ક્ષેત્રે કરેલી નિમણુંકોમાં સ્થાન

ફલોરિડાઃ યુ.એસ.માં ફલોરિડા સ્થિત ઇન્ડિયન અમેરિકન સર્કિટ કોર્ટ જજ શ્રી અનુરાગ ''રાગ'' સિંઘલની નિમણુંક ફલોરિડાના સાઉધર્ન ડીસ્ટ્રીકટ કોર્ટ જજ તરીકે થઇ છે.

પ્રેસિન્ડટ ડોનાલ્ડ ટ્રમ્પએ જુદા જુદા ક્ષેત્રે આપેલી ૧૦ નિમણુંકમાં તેમનો ઉપરોકત હોદા ઉપર સમાવેશ કરાયો છે. તેવું વ્હાઇટ હાઉસએ જણાવ્યું હતું. શ્રી અનુરાગએ રાઇસ યુનિવર્સિટીમાંથી બી.એ.ની તથા વેઇક ફોરેસ્ટ યુનિવર્સિટી સ્કુલ ઓફ લો માંથી જે.ડી.ડીગ્રી મેળવેલ છે.

(8:40 pm IST)