Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

યુ.એસ.માં IBA આયોજીત ''ઇન્ડિયા ડે પરેડ''ના ગ્રાન્ડ માર્શલ તરીકે બોલીવુડ અભિનેતા અનુપમ ખેરની ઉપસ્થિતિઃ ટી.વી. અભિનેત્રી પ્રાચી તેહલાનએ સ્પેશીયલ ગેસ્ટ તરીકે હાજરી આપી.

યુ.એસ.માં ઇન્ડિયન બિઝનેશ એશોશિએશન  ( IBA) ના ઉપક્રમે સતત  ૧૪માં વર્ષે ૧ર ઓગ.ર૦૧૮ ના રોજ યોજાયેલી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડમાં બોલીવૂડ એકટર અનુપમ ખેર એ ગ્રાન્ડ માર્શલ  તરીકે હાજરી આપી હતી.  તથા ટીવી એકટ્રેસ પ્રાચી તેહલાન સ્પેશ્યલ ગેસ્ટ  તરીકે હાજર રહ્યા હતા.

એડિસનના ઓક ટ્રી રોડ ઉપરથી શરૃ થયેલી આ પરેડમાં  હજારો ઇન્ડિયન અમેરિકન જોડાયા હતા.  જે પરેડ ઇઝેલીન ન્યુજર્સી ખાતે પૂરી થઇ હતી. જેણે સમગ્ર ન્યુજર્સીમાં ભારે  આકર્ષણ જગાવ્યું હતુ.

(9:03 pm IST)