Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અમેરિકાના સાઉથ કેરોલિનામાં સ્ટોર ચલાવતા ગુજરાતી વેપારીની બંદૂકની અણીએ લૂંટ : સ્ટોરમાં ખરીદી કરવા જઇ રહેલી ગુજરાતી મહિલાનું પર્સ ઝૂંટવવા માટે હુમલો : બે ગુજરાતીઓ લૂંટફાટનો ભોગ બન્યા

સાઉથ કેરોલિના :  અમેરિકામાં ગુજરાતી સ્ટોર માલિકને બંદૂકની અણીએ લૂંટી લેવાની તથા એક ગુજરાતી મહિલાનું પર્સ ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરવાની એમ ઉપરાછાપરી બે ઘટનાઓ બહાર આવી છે.જે દર્શાવે છે કે ગુજરાતીઓ છાશવારે હુમલાઓનો ભોગ બની રહ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ   અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે. માલિકે લૂંટારૂને તમામ રોકડ આપી દેતા તેનો જીવ બચી ગયો છે.  સીસીટીવી ફૂટેજ આધારે એક વ્યક્તિ ગન સાથે સ્ટોરમાં પ્રવેશ કરે છે. સ્ટોરમાં બે ગ્રાહકોની હાજરી હોવાથી તે થોડાં સમય માટે ચૂપચાપ ઉભો રહે છે.  બંને ગ્રાહકો સ્ટોરની બહાર નિકળતાની સાથે તે સ્ટોર માલિક પાસે જઇ તેની સામે ગન મુકી દે છે. સ્ટોર માલિકે કોઇ પ્રતિકાર કર્યા વગર તેને તમામ કૅશ આપી દેતા તેનો જીવ બચી ગયો હતો.

બીજી ઘટનામાં એક ગુજરાતી મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતોજો કે, સ્ટોર પર હાજર સિક્યોરિટીએ હિંમત કરીને લૂંટારુને નીચે પછાડી દીધો હતો. મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું દરમિયાન લૂંટારૂનો અન્ય સાથી કાર લઇને આવી પહોંચ્યો હતો અને તેણે મહિલા તેમજ સિક્યોરિટી પર હુમલો કર્યો હતો. જો કે, સિક્યોરિટી અને મહિલાએ પ્રતિકાર કરતા તે ત્યાંથી ગાડી લઇને ભાગી ગયો હતો. અન્ય એક લૂંટારૂને લોકોએ પકડી પાડ્યો હતો. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:53 pm IST)