Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ભગવાન મનુષ્ય જેવા બનીને ભકતોના મનોરથ પુરા કરે છે : અમેરિકામાં ગુરૂકુળ ઉદ્દઘાટન પ્રસંગ સંપન્ન

અમેરિકાના ટેકસાસ રાજ્યના ડલાસ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા નિર્મિત ગુરૂકુળમાં ઉદઘાટન અને મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પુર્ણાહુતિ  અવસરની તસ્વીરની ઝલક

રાજકોટ તા. ૨૨ : ભગવાન પોતાના  ધામમાંથી અવતાર સ્વરૂપે પૃથ્વી પર પધારે છે. મનુષ્ય જેવા બનીને પોતાના ભકતોના  મનોરથ પુર્ણ કરે છે. લાડ લડાવે છે. આજે અહી આવા ભવ્ય મંદીરમાં ભગવાન શ્રી સ્વામીનારાયણ શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી સીતારામજી, શીવજી ગણપતિજી શ્રી હનુમાનજીના પ્રતિષ્ઠા  થઇ મુર્તિમાં બિરાજમાન થઇને ભકતોની  ભાવનાને ભગવાન સ્વીકારે છે. તેમના સંકલ્પોને પુર્ણ કરેછ ે.

ભગવાન ધામમાં અહીં મંદીરમાં  પધાર્યા આપેલ ઘરે થી મંદીરે દર્શને પધારવુ એમ આજે અમેરીકાના ટેકસાસ રાજ્યના ડલાસ ખાતે  ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા  પ્રસંગે ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યુ હતુ.

શાસ્ત્રી દૈવત ,ઐશ્વર્ય પ્રતિષ્ઠાની વિધિ  કરાવનાર પ્રતિષ્ઠા કરનારા જીવનની  પવિત્રતા   મુર્તિની સેવા- પૂજા કરાવનાર પુજારી તથા અને તેમની  સાનીધ્યમાં થતાં ભજન ભકિતનો આધારે રહેતુ હોય છે.

અમેરીકામાં વિવિધ વિસ્તારોમાં રહેલા ગુરૂકુળનું સંચાલન કરી રહેલા  શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીએ આ પ્રસંગે કહ્યુ હતુ કે કોઇ એમ કહે  કે ભગવાનને આપણે થાળ ધરાવીએ છીએ પણ તેમાંથી ભગવાનને કંઇ ઓછુ કરતા નથી. નવા જનરેશનના લોકોના પ્રશ્નોનું  સમાધાન કરતા કહેલ કે ફુલમાં સુગંધ હોય છે. આપણે ભગવાનને ધરાવીએ છીએ, આપણે સુગંધ લઇએ છીએ  છતા ફુલમાંથી સુંગધ ઓછી થાય છે!  એટલે જરૂરી નથી કે થાળમાંથી ઓછુ થાય.  સુગંધની  જેમ  ભગવાન પોતાના ભકતની ભાવનાને સ્વીકારે છે.

પ્રાણપ્રતિષ્ઠાવિધિ સવારે ૭ થી ૯ બે કલાક સુધીછ રાજકોટથી સનાતન શ્રી દવે કિશોર મહારાજ તથા ડલાસ સનાતન હિન્દુ મંદિરના પુજારી શ્રી સાગર પંડ્યા એ અતિ ભકિતભાવ સાથે કરાવેલ. ભગવાનને સંતોએ પંચામૃત તથા પુષ્પ પાંખડી થી અભિષેક કરેલ.

ડલાસના  મહિલા ભકતોને અન્નકુટ માટે વિવિધ વાનગીઓ મહિલા પોતાના ઘરેથી લાવેલ. જેને સંતો તથા યુવાનોએ રમણીય રીતે ભગવાનની સન્મુખ નિવેદીત કરેલ.  મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી , શ્રીલક્ષ્મીનારાયણદાસજી  સ્વામી, શ્રીદેવપ્રસાદદાસજી સ્વામી,શ્રી પ્રભુ સ્વામી,શ્રી નારાયણપ્રસાદદાસજી સ્વામી, શ્રી કૃષ્ણપિર્યદાસજી સ્વામી , શ્રી કૃષ્ણસ્વરૂપ સ્વામી, વિગેરે સંતોએ ઠાકોરજીની  આરતી ઉતારેલ.

બત્રીસ એકરની ભુમીમાં છેલ્લા બે વર્ષથી સંતો યુવાનો અને સત્સંગની શારીરિ, તથા આર્થિક સેવાથી નિર્માણ થયેલ ગુરૂકુળમા ભગવાન પધારતાં સહુના હૈયામાં હરખ સમાતો ન હતો. સહુએ ધન્યતા અનુભવી હતી.

શ્રી પ્રભુ સ્વામીએ  ઠાકોરજીના સિંહાસનો અંગે વાત કરતા કહ્યું હતું કે ૪૮ ફુટની  લંબાઇને ૧૮ ફુટની ઊંચાઇ ધરાવતા રાજસ્થાની હવેલી શૈલીની કોતરકામ વાળું સિંહાસન ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજના જન્મ સ્થાન તરવડામાં તૈયાર કરાવેલ. શ્રી ત્યાગ વલ્લભદાસજી સ્વામાીના માર્ગદર્શન અનુસાર રાજસ્થાનના ૧૦ દસ કારીગરોએ છેલ્લા આઠ મહિના સતત બાર કલાક સધુી મહેનત કરીને તૈયાર કરેલ. ૫૦ પાંચસો ઘનફુટ સાગના કાષ્ટમાં નિર્મિત આ સિંહાસન ૪૦-૪૦ ફુટના બે કન્ટેેનરોમાં અમેરીકા લાવવામાં આવેલ.

બત્રીસ એકરમાં પરિસરમાં ૧૦૦ કે ૬૦ ફુટના ને બાવીસ ફુટ ઊંચાઇ ધરાવતા પ્રાર્થના મંદિરમાં આ સિહાસનમાં ભગવાનને પધરાવવામાાં આવેલ. અમેરીકાના હિંન્દુ

 ટેમ્પલોમાં આવું કાષ્ટના હવાયુકત સિંહાસન કદાચ પહેલું પહેલું જ છે.

આજે ઉત્સવની પૂર્ણાહુતી પ્રસંગે શ્રી શાંતિ પ્રિયદાસજી સ્વામી, શ્રી ધીરૂભાઇ વેકરીયા, શ્રી જસમતભાઇ સુતરીયા, શ્રી અશ્વિનભાઇ બાબરીયા, પાર્ષદશ્રી ત્રિભોવન ભગત, શ્રી દિનેશભાઇ, શ્રી ભરતભાઇ, રમેશભાઇ કાકડીયા, જયસુખભાઇ બાબરીયા

ં  મયુર ભાઇ સતાણી, રતીભાઇ ઠેસીયા, અશોકભાઇ ડોબરીયા, ચુનીભાઇ બોઘાણી ,  કિરણભાઇ બોઘાણી  કિરણભાઇ માંગરોળીયા , તેજેન્દ્ર વેકરીયા , મૃગેશ ઢોલરીયા વીગેરેની સરાહમતીથી  સેવા  તેમજ મહિલા મંડળની સરાહનીય સેવાની સહુએ તાળીઓના નાદથી વધાવેલ હતી. તેમ પ્રભુ સ્વામી જણાવેછે.  (૩.૬)

(3:21 pm IST)