Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

અમેરિકામાં શ્રાવણ માસની ઉજવણી શરૂઃ સનાતન શિવ શક્‍તિ મંદિર, હયુસ્‍ટનમાં શિવજીને ૧૧૧૧ કેરીના શણગાર કરાયાઃ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દર સોમવારે મહાપૂજા, આરતી તથા મહાપ્રસાદનું આયોજન

હયુસ્‍ટનઃ યુ.એસ.માં સનાતન શિવ શક્‍તિ મંદિર, ૬૬૪૦, હાર્વિન ડ્રાઇવ, હયુસ્‍ટન મુકામે સૌપ્રથમવાર પવિત્ર શ્રાવણમાસના સપ્રથમ સોમવારે શિવજીને ૧૧૧૧ કેરી (મેંગો)ના શ્રૃંગાર કરાયા હતા. આ દર્શનનો લહાવો લેવા ભક્‍તો ઉમટી પડયા હતા.તથા ધન્‍ય બન્‍યા હતા.

શ્રાવણ માસ દરમિયાન હવેથી દર સોમવારે મંદિરમાં સાંજે પાંચ વાગ્‍યે મહાપૂજા કરાશે તથા સાંજે સાત વાગ્‍યે આરતી થશે. બાદમાં મહાપ્રસાદ વિતરણ કરાશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:02 pm IST)