Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

યુ.એસ.ના વિસ્કોસિન તથા કનેકટીકટમાં યોજાયેલી પ્રાયમરી ચૂંટણીઓમાં ૨ ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો બિનહરીફ વિજેતાઃ વિસ્કોસિન એટર્ની જનરલના પદ માટે શ્રી જોશ કૌલ તથા કનેકટીકટના ૪થા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના ઉમેદવાર શ્રી હેરી અરોરા બિનહરીફ વિજેતા ઘોષિત

વિસ્કોસિનઃ યુ.એસ.માં વિસ્કોસિન સ્ટેટ એટર્ની જનરલ પદના ડેમોક્રેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી જોશ કૌલ પ્રાઇમરી ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તેઓ આગામી દિવસોમાં યોજાનારી જનરલ ચૂંટણીમાં વર્તમાન એટર્ની જનરલ રિપબ્લીક ઉમેદવાર બ્રાડ સ્કિમેલનો મુકાબલો કરશે.

ઉપરાંત કનેકટીકટના ૪થા કોંગ્રેશ્નલ ડીસ્ટ્રીકટના રિપબ્લીકન ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન શ્રી હેરી અરોરા પણ પ્રાઇમરી ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે. તેઓ આગામી દિવસોમાં યોજાનારી જનરલ ચૂંટણીઓમાં વર્તમાન ડેમોકેટ કોંગ્રેસમેન જીમ હાઇમ્સનો મુકાબલો કરશે.

(8:46 pm IST)