Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

યુ.એસ.માં ઇન્ડિયા એશોશિએશન ઓફ લોસ એન્જલસના ઉપક્રમે ૨૫ ઓગ.ના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ગેસ્ટ ઓફ ઓનર તરીકે કોંગ્રેસમેન બ્રાડ શેરમન હાજરી આપશે

લોસ એન્જલસઃ યુ.એસ.માં ઇન્ડિયા એશોશિએશન ઓફ લોસ એન્જલસ સાન ફર્નાન્ડો વેલીના ઉપક્રમે ૨૫ ઓગ.૨૦૧૮ના રોજ ભારતનો ૭૨મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે.

૧૭૦૦૦ હેયન્સ st. વાન ન્યુયસ, કેલિફોર્નિયા મુકામે થનારી ઉજવણીનો સમય બપોરે ૩ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યા સુધીનો રહેશે.

ઉજવણી અંતર્ગત જવેલરી, ફુડ,ફેશન બુથ, બાળકો માટે મનોરંજન, ફ્રી હેલ્થ ફેર (પાંચ થી સાત વાગ્યા દરમિયાન) તથા ફ્રી આઇ  ચેક અપનું આયોજન કરાયું છે.

ગેસ્ટ ઓફ ઓનર તરીકે કોંગ્રેસમેન બ્રાડ શેરમન, ઇઝરાયલના ડેપ્યુટી કોન્સ્યુલ જનરલ ઇટાન વેસ, તથા શ્રીલંકાના કોન્સ્યુલ જનરલ સવર્ણ ગુણારાત્ને હાજરી આપશે.

તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:44 pm IST)