Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

ભારતના લોકલાડીલા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયજીનું અચાનક ઓગષ્ટ માસની ૧૬મી તારીખે ૯૩ વર્ષની વયે નિધન થતા સમગ્ર અમેરીકામાં વસવાટ કરતા તમામ ભારત વાસીઓમાં પ્રસરી રહેલી ઘેરા શોકની લાગણીઓઃ શિકાગોના અગ્રણી સામાજીક કાર્યકર અને વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે પારિવારિક સબંધ રાખનાર ડો.ભરતભાઇ બારાઇ, ઓવરસીઝફ્રેન્ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી, અમર ઉપાધ્યાય, યુવા પાંખના નેતા નિરવ પટેલ, સીનીયર એસોસીએસનના પ્રમુખો (૧)રમણભાઇ પટેલ (૨)હરિભાઇ પટેલ તેમજ (૩)નરસિંહભાઇ પટેલ અને અન્ય ધાર્મિક તેમજ સામાજીક ક્ષેત્રે કાર્ય કરી રહેલી વિવિધ ભારતીય સંસ્થાના સંચાલકોએ અર્પેલી શ્રધ્ધાંજલીઓઃ ઓગષ્ટ માસની ૧૮મી તારીખને શનીવારે ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સભ્યો સ્વઃ અટલબિહારી અર્પણ કરશે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને રાષ્ટ્રિય નેતાઓમાં સર્વોચ્ચ પ્રતિભા ધરાવતા તેમજ ભારત રત્નનુ સર્વોચ્ચ બહુમાન જેમણે પ્રાપ્ત કરેલ છે એવા લોકલાડીલા નેતા અટલબિહારી વાજયેપી ૯૩ વર્ષની વયે દિલ્હીની એમ્સઃ હોસ્પીટલમાં ૧૬મી ઓગષ્ટના રોજ અચાનક રીતે નિધન થયાના સમાચારો અમેરીકામાં વસવાટ કરતા તમામ ભારતીયોના પરિવારમાં પ્રસરી જતાં સર્વે લોકોમાં આધતની લાગણીઓ ઉત્પન્ન થવા પામી હતી. અને તેઓ સર્વે શોકાતુર બની જવા પામ્યા હતા. અમેરીકામાં વસવાટ કરતા તમામ પરિવારના સભ્યોમાં અટલજી સતત રીતે ૫૬ વર્ષના સમયગાળા દરમ્યાન રાજકીય ક્ષેત્રે વ્યસ્ત રહ્યા હતા તેની મુકત કંઠે પ્રશંસાઓ કરી રહ્યા છે મૂળ રીતે જનસંઘના એક અદના કાર્યકર તરીકે તેમણે દેશસેવા શરૃ કરી હતી અને ત્યાર બાદ પોતાના પક્ષનુ જનતા પાર્ટીમાં વિલીનીકરણ કર્યા બાદ સમયાંતરે ભારતીય નજતા પાર્ટીની શરૃઆત કર્યા બાદ ૨૦૦૫ના વર્ષ સુધી તેઓ તેમાં સક્રિય રહ્યા હતા અને તે વર્ષથી તેમણે રાજકીય સંન્યાસ જાહેર કર્યો હતો. ભારત સરકારે ૨૦૧૫ના વર્ષમાં તેમનું ભારત દેશનું સર્વોચ્ચ માન રૃપી ભારતરત્ન તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતે રૃબરૃ પધારી તેમને અર્પણ કર્યુ હતું જે દિવસ તમામ લોકો માટે એક અતિ મહત્વનો દિવસ હતો.

સ્વ.આટલબિહારી વાજપેયીજી અંગે અમેરીકામાં વસવાટ કરતા ભારચીય સમાજના આગેવાનોનો અમોએ સંપર્ક કરતા તેઓએ સ્વ.અલજી અંગે જે શ્રધ્ધાંજલી રૃપે રજુઆતો કરેલ છે તે નીચે જણાવ્યા મુજબની છે.

(૧)ડો ભરતભાઇ બારાઇ કે જેઓ શિકાગોમાં ભીન્ન ભીન્ન પ્રકારના ભારતીય સંગઠનો તેમજ સંસ્થાઓ ચાલે છે તેઓની સાથે સંકળાયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે પારિવારિક સબંધો ધરાવતા એવા સમાજીક કાર્યકરે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી ભાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવ્યું હતુ કે તેઓ એક અજાત શગુ હતા. અને તેમણે પોતાનુ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવામાં અર્પણ કરી દીધુ હતું. તેમણે વાજયેપીની જે પાંચ સિધ્ધીઓ ગણાવી જેમાં પોખરણનો અણુ પરિક્ષણ, ચંદ્રપાનની સફળતા, કારગીલ યુધ્ધમાં વિજયની પતાકા, યુમોમાં વિદેશ મંત્રી તરીકે ભારતનું જેરસેદાર પ્રતિનિધિત્વ કરીને તેનુ નામ રોશન કરનાર તથા ભરતની સંસદની જે ગરીમાં જાળવવાનું ભગીરથ કાર્ય કરેલ છે તેની સર્વે જગ્યાએ નોંધ લેવામાં આવશે સ્વ.અટલજીએ વિરોધ તેમજ સત્તાના સૂત્રો હસ્ત કર્યા બાદ જે વિરલ ભૂમિકાઓ ભજવી હતી તેને ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યાદ કરશે. પોખરણના પરિક્ષણ બાદ અમેરીકાના પ્રમુખ બીલ કલીન્ટનને એક પત્ર પાઠવી સમગ્ર પરિસ્થિતિથી તેમને મહિતગાર કર્યા હતા અને અણુના ઉપયોગ પ્રત્યે ભારત હમેશા સજાગ રહેશે એવી ખાત્રી તેમણે અમેરીકાને તે વખતે આપી હતી. અંતમાં ભરતભાઇએ અટલજીની સેવાને બિરદાવી હતી અને તેમના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી.

(૨) શિકાગોના બીઝનેસમેન અને પટેલ બ્રધર્સ સ્ટોર્સના માલિક મફતભાઇ પટેલ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન અંગે ઘેરા શોકની લાગણીઓ વ્યકત કરીને જણાવ્યું હતું કે તેમની ૫૬ વર્ષની સંસદની કાર્યવાહીઓ સમગ્ર વિશ્વના દેશો માટે એક દિવાદાંડી સમાજાસતેજ રહેશે. તેમણે સંસદમાં વિરોધ પક્ષના અગ્રણી તરીકે તેમજ સતાના સૂત્રો હસ્તગત કર્યા બાદ દેશની ધુરા જે રીતે સંભાળી તે ભારતના ઇતિહાસમાં એક અજોડ સમાન પરિવાર થશે તેમણે દિર્ધદ્રષ્ટિથી ભારતમાં તેમજ વિશ્વમાં ભારતનું જે નામ ઉજવળ કર્યુ હતુ તેની પણ તેમણે મુકતકંઠે પ્રશંસા કરી હતી. અને તેમના આત્માને શાંતિ અર્પી હતી.    

(૩)શિકાગોમાં સીનીયરોના હિતાર્થે અનેક પ્રકારના સંગઠનો કાર્યવંત છે અને તેના પ્રમુખો કે જેમાં (૧)રમણભાઇ પટેલ પ્રમુખ યુનાઇટેડ સીનીયર પરિવાર શિકાગો (૨)હરિભાઇ પટેલ ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો તથા (૩)નરસિંહભાઇ પટેલ પ્રમુખ સીનીયર સીટીઝનસ ઓફ શિકાગોએ પણ ભાતના ભૂતપૂર્વ પ્રમુખ અટલબિહારી વાજપેયીના નિધન અંગે પોતાની સંસ્થાના સભ્યો વતી શોકની લાગણી વ્યકત કરી અને તેમણે પોતાના જીવંતકાળ દરમ્યાન ભારતની જે સેવા કરી હતી તેની મુકત કંઠે પ્રશંસાઓ કરી હતી. અટલજીએ પોખરણમાં જે અણુનો અખતરો કર્યો હતો અને તેનાથી સમગ્ર વિશ્વ સ્તબ્ધ બની ગયુ હતુ. તેમજ ભારતના ચાર મોટા શહેરોનો રસ્તાથી જોડયા જેમાં દિલ્હી,મુંબઇ,ચેન્નાઇ તેમજ કલકત્તાનો સમાવેશ થાય છે તે મુખ્ય છે. તેમણે ૧૪ વર્ષ સુધીના બાળકોને વિના મૂલ્યે શિક્ષણ આપવાનો જે નિર્ધાર કરેલો હતો તેની પણ આ પ્રમુખોએ સરાહના કરી હતી અને તેમણે સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થનાઓ કરી હતી.

(૪)ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી શિકાગો ચેપ્ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોષી તેમજ યુવા પાંખનો કાર્યભાર સંભાળતા એવા નવ યુવાન કાર્યર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે અંગન સબંધો ધરાવતા એવા નિરવ પટેલ તથા ભારતીય જનતા પાર્ટીના અમર ઉપાધ્યાયે અટલજીને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ હતું કે ભારતે એક સુશાસનની હિમાયત કરનાર અને હંમેશા તે માર્ગે પ્રયાણ કરનાર એક વિરલ વ્યકિતત્વને ગુમાવ્યો છે પોતાના જીવનમાં ઉચ્ચ આદર્શોને ધારણ કરનાર અને નવયુવાનોમાં એક ઉત્સાહની લાગણીઓ પ્રગટાવનાર તેમજ ચેતનાનો સંચાર કરનાર વ્યકિતત્વનો લય થયેલો જોવા મળે છે છેલ્લા ૫૬ વર્ષથી સંસદમાં રહીને તેમણે જે ગરીઓનું પાલન કર્યુ હતું તે રાષ્ટ્ર તેમજ વિશ્વના તમામ રાજકીય નેતાઓ માટે એક આદર્શ યથ દર્શક બની રહેતો નવાઇની વાત નથી તેમણે સૌ પ્રથમ વખત યુનોમાં વિદેશમંત્રી તરીકે સૌ પ્રથમ વખત હિંદીમાં પ્રવચન આપેલ તે યુનોના ઇતિહાસમાં અમર બની રહેશે. આજે ભારતે એક સાચો રાજકીય યોધ્ધો ગુમાવ્યો છે અને તેનો રંજ સર્વે ભારતવાસીઓને રહેશે.

પ્રભુ સ્વર્ગસ્થના આત્માને શાંતિ અર્પે એજ પ્રભુ પ્રાથના અંતમાં શિકાગોમાં કાર્યકરતી અનેક સમાજીક સંસ્થાના અગ્રણીઓ ેજમાં (૧) જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના ચેરમેન તથા પ્રમુખશ્રી (૨)જલારામ મંદિર શિકાગોના પ્રમુખ તથા ચેરમેન શ્રી (૩)ફેડરેશન ઓફ ઇન્ડીયન એસોસીએસનના પદાધીકારીઓ (૪)માનવ સેવા મંદિર શિકાગોના સંચાલકો (૫)બ્લુમીંગટન ઇન્ડીયન કોમ્યુનીટીના પધ્ધીકારીઓ તેમજ અમેરીકન એસોસીએસ ઓફ ફીઝીશીયન્સ ફોમ ઇન્ડીયા અને અમેરિકન એસોસીએસન ઓફ રીટાયર્ડ પરસન્સ તથા અમેરિકન તેલુગુ એસોસીએસનના હોદ્દેદારોએ પણ સ્વ.અટલ બિહારી વાજપેયીજીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

(8:50 pm IST)