Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઇમરાનખાને અટલજીને શ્રદ્ધાંજલિ આપી : બન્ને દેશો વચ્ચે શાંતિ તથા સુલેહ સ્થાપવા પ્રયત્નો કરનાર વાજપેયીને શાંતિદૂત ગણાવ્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઇમરાનખાને આજરોજ શપથ લીધા બાદ ભારતના પૂર્વ વડાપ્રધાન વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે  જણાવ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરવી એ જ વાજપેયીને સાચી શ્રદ્ધાંજલિનો શ્રેષ્ઠ માર્ગ છે.

એક નિવેદનમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, ભારતીય ઉપખંડમાં અટલબિહારી વાજપેયી સન્માનનીય રાજકીય નેતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા તેમણે કરેલા પ્રયાસ હંમેશાં યાદ રખાશે. વિદેશમંત્રી તરીકે વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવાની જવાબદારી ઉઠાવી હતી. વડા પ્રધાનપદે નિયુક્ત થયા બાદ વાજપેયીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવા ઘણાં પગલાં લીધાં હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય મતભેદો હોઈ શકે છે પરંતુ સરહદો શાંતિ ઇચ્છી રહી છે. બંને દેશો વચ્ચે શાંતિની સ્થાપના જ વાજપેયીના વારસાને સાચું સન્માન અપાવી શકશે.પાકિસ્તાની મીડિયાએ વાજપેયીને શાંતિદૂત ગણાવ્યા હતા.

(8:33 pm IST)