Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

ચીને ફરીવખત ભૂતાનની પૂર્વ સીમા પર પોતાનો દાવો રજૂ કર્યો : ઉત્તરી બોર્ડર પરની વિવાદીત જમીન સોંપી દઈ બદલામાં ડોકલામ સહિતની પશ્ચિમી સીમા પોતાના નિયંત્રણ હેઠળ લઈ લેવાની મેલી મુરાદ : ભારત માટે મુશ્કેલી ઉભી કરવાનો હેતુ

બેજિંગઃ : દેશની સરહદ વધારવાની ચીનની ભૂખ દિવસેને દિવસે વધતી જાય છે.અને હવે તેણે ફરીવખત પડોશી દેશ ભૂતાનની પૂર્વ સીમા પર પોતાનો દાવો રજૂ કર્યો છે. આ વખતના દાવામાં તેણે ભુતાનને  ઉત્તરી બોર્ડર પરની  વિવાદીત જમીન સોંપી દેવાની લાલચ આપી છે.અને બદલામાં ડોકલામ સહિતની પશ્ચિમી સીમા પોતાને સોંપી દેવાની માંગણી કરી છે.જેથી તે ભારત ઉપર દબાણ વધારી શકે.
જોકે  આ અગાઉ 1996 ની સાલમાં પણ તેણે આવી ઓફર મૂકી હતી.જે ભૂતાનના શાસકોએ નકારી કાઢી હતી.પરંતુ આ વખતે જો ભુતાન સંમત નહીં થાય તો ચીન તેના બીજા વિસ્તારો પરનો દાવો વધારતુ જશે તેવી ધમકી પણ આપી છે.
જો ભૂતાન ચીનની ધમકીને વશ થશે તો ભારત માટે મુશ્કેલ સંજોગોનું નિર્માણ થઇ શકે છે.

(8:06 pm IST)