Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

''ઓવર ટુરીઝમ''ઃ આંતર રાષ્ટ્રિય પ્રવાસીઓની વધી રહેલી સંખ્યાને કારણે ઓકસફર્ડ ડીકશનેરીમાં શામેલ કરાયેલો શબ્દઃ સ્થાનિક વસતિ કરતાં પ્રવાસીઓની સંખ્યા અનેક ગણી વધી જવાથી સર્જાઇ રહેલી પાણી, તથા પર્યાવરણની સમસ્યાથી અનેક દેશો પરેશાન

યુ.કે :  વિશ્વના અનેક જોવા લાયક સ્થળો ઉપર આંતર રાષ્ટ્રિય પ્રવાસીઓનો ઘસારો દર વર્ષે વધી રહ્યો છે. એટલે સુધી જે સ્થાનિક શહેરની વસતિ કરતાં પણ આ પ્રવાસીઓની સંખ્યા અનેકગણી વધી જવાથી ઓકસફર્ડ ડીક્ષનેરીમાં 'ઓવર ટુરીઝમ' શબ્દ શામેલ કરાયો છે.

આ ઓવર ટુરીધઝમથી પીડાતા જોવા લાયક દેશોના સ્થળોમાં વેનિસ, બાલી આઇલેન્ડ, મનાલી,મેડ્રિડ, બાર્લિસોના,સિમલા,નૈનિતાલ, સહિતના સ્થળોનો સમાવેશ થાય છે.

પ્રવાસીઓની વધી રહેલી સંખ્યાના કારણે, પાણી, પર્યાવરણ, ગેરકાયદે હોટેલો, સિહિતના પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. તેવું જાણવા મળે છે.

(8:19 pm IST)