Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

દુબઈમાં સ્ટેજ ઉપર કોમેડી શો રજૂ કરતી વખતે ભારતીય મૂળના કલાકાર મંજુનાથની કાયમી એકઝીટ : છાતીમાં ગભરામણ થવાથી બેસી જતાં દર્શકોએ અભિનય માની લીધો

દુબઇ : અબુધાબીમાં જન્મેલા અને દુબઈમાં વસી ગયેલા ભારતીય મૂળના કોમેડિયન કલાકાર 36 વર્ષીય મંજુનાથનું દુબઇમાં એક કોમેડી  શો રજૂ કરતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા સ્થળ ઉપરજ કરુણ અવસાન થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જોકે ચાલુ શોએ તેઓ અચાનક છાતીમાં ગભરામણ થતા  બેન્ચ ઉપર બેસી ગયા હતા જે બાબતને દર્શકોએ કોમેડી શો નો એક ભાગ માની લીધો હતો.પરંતુ થોડી વાર પછી પણ તેઓ ઉભા થવાને બદલે ઢળી પડતા તાત્કાલિક ડોક્ટરને બોલાવાયા હતા પરંતુ તેમનો જીવન દીપ બુઝાઈ ચુક્યો હતો.આ સમાચારથી તેમના કુટુંબીજનો તથા ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

(12:18 pm IST)