Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

''EB-5 વીઝા'': અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માર્ગદર્શક સેમિનાર ૨૪ જુલાઇના રોજ સાન ફ્રાન્સિસ્કો મુકામેઃ ગોલ્ડન ગેટ ગ્લોબલ આયોજીત સેમિનારમાં રોકાણ માટેના નવા નિયમો અંગે માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયાઃ અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા માટે ૫ લાખ થી ૧ મિલીઅન ડોલરના રોકાણ સાથે EB-5 વીઝા સાથે કાયમી નિવાસની યોજનામાં તાજેતરમાં થયેલા ફેરફારો અંગે માર્ગદર્શન આપવા 'ગોલ્ડન ગેટ ગ્લોબલ'ના ઉપક્રમે ૨૪ જુલાઇ ૨૦૧૯ના રોજ સેમિનારનું આયોજન કરાયું છે.

સાન ફ્રાન્સિસ્કો કેલિફોર્નિયામાં એથેરીઅમ કલાસિક લેબ્સ ખાતે યોજાનારા આ સેમિનારનો સમય સાંજે ૬.૩૦ થી રાત્રિના ૮.૩૦ સુધીનો રહેશે. જેમાં ગોલ્ડન ગેટ ગ્લોબલના ફાઉન્ડર સ્ટીવન કે, તથા મેનેજીંગ ડીરેકટર ઓપરેશન્શ ઇરેન હાજર રહી માર્ગદર્શન આપશે. જે માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)