Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

શિકાગોની જૈન સોસાયટીના જિનાલયના રજત જયંતિ મહોત્‍સવને સફળ બનાવવા માટે સંઘના સભ્‍યોએ જે ભગીરથ પ્રયાસ આદર્યો હતો તેઓ સર્વેની સરાહના કરવા માટે ભવ્‍ય ભોજન સમારંભ તથા કવિ સંમેલનના કાર્યક્રમનું કરવામાં આવેલુ આયોજનઃ જૈન સોસાયટીના તમામ સભ્‍યોને ૨૦મી જુલાઇને શુક્રવારે સાંજના સાડા છ વાગ્‍યા બાદ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ છે અને તે સમાજના સભ્‍યો પુરતોજ મર્યાદિત રીતે યોજવામાં આવેલ છેઃ શિકાગોની જૈન પાઠશાળા વિશ્વમાં મોટામાં મોટી પાઠ શાળા છે

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ બાર્ટલેટ ટાઉનમાં જૈન સમાજના ભાઇ બહેનોનું એક ભવ્‍ય કલાત્‍મક જૈન જિનાલય આવેલ છે અને તેને તાજેતરમાંજ ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી જૈન સંઘના સંચાલકોએ દસ દિવસો દરમ્‍યાન રજત જયંતિ મહોત્‍સવની ઉજવણી જુન માસની ૨૨મી તારીખથી ૧લી જુલાઇ દરમ્‍યાન કરી હતી અને તેને ભવ્‍ય સફળતા મળી હોવાથી કાર્યકરોની સરાહના કરવા માટે જુલાઇ માસની ૨૦મી તારીખને શુક્રવારના રોજ જૈન સેન્‍ટરના સાંસ્‍કૃતિક ભવનમાં સમાન્‍ના તમામ ભાઇઓ તથા બહેનો માટે એક સામુહિક ભોજન સમારંભ તથા કવિ સંમેલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સૌ પ્રથમ સાજના સાડા છ વાગ્‍યાથી આઠ વાગ્‍યા દરમ્‍યાન ભોજન સમારભ યોજવામાં આવશે અને ત્‍યાર બાદ કાર્યકરોની સરાહના અને કવિ સંમેલનની શરૂઆત થાશે. જેમાં ગુજરાતના જાણીતા કવિ ગઝલકાર નાટયકાર શ્રી શોભિત દેસાઇ તેમજ અદભૂત ગીતકાર, અતિસમર્થ નાટ્‍યલેખક તેમજ બ્‍લુજીન્‍સ અમેરીકન કલ્‍ચર પર અપ્રતિમ સુરમ્‍ય શબ્‍દોમાં ગુજરાતી ભાષાને ગીતો રજુ કરનાર કવિ ચંદ્રક્રાંત શાહ બંન્‍ને સુદર કવિતાઓ રજુ કરશે. આ જુગલ બંધીનો જલાસો માણવા માટે જૈન સંઘના સંચાલકોએ તમામ સભ્‍યોને તેનો લાબ લેવા આગ્રહભરી વિનંતી કરેલ છે આ સમગ્ર કાર્યક્રમના સ્‍પોન્‍સરો તરીકે સંસ્‍થાના ભૂતપૂર્વ ચેરમેન પ્રબોધભાઇ અને લતાબેન વૈધ તેમજ રોકફોર્ડના રહીશ જયેન્‍દ્રભાઇ અને લીનાબેન શાહ છે આ પરિવારના બંન્‍ને સભ્‍યો રજત જયંતી મહોત્‍સવના સંધપતિ પણ હતા અને તેમણે તમામ કાર્યોમાં પોતાનો મહામુલો ફાળો આપેલ છે. જૈન સોસાયટી શિકાગોમાં જૈન પાઠશાળા એક અતિ મહત્‍વનું અંગ છે અને તેમાં હાલમાં ૫૦૦ થી વધુ બાળકો જૈન ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે વિશ્વમાં લગભગ તમામ નાના મોટા શહેરોમાં જૈન પાઠશાળા ચાલે છે પરંતુ શિકાગોની પાઠશાળા સમગ્ર વિશ્વના અન્‍ય શહેરો કરતા સૌથી વિશેષ સભ્‍ય સંખ્‍યા ધરાવતી અવ્‍વલ નંબરની પાઠશાળા છે અને તેથી શિકાગો શહેર સ્‍વાભાવીક રીતે ગર્વ લઇ શકે એ સામાન્‍ય બીના છે. આ પાઠશાળાના પ્રણેતા ડો.મુકેશભાઇ દોશી તેમજ ડો.પ્રદીપ શાહ તેમજ તેમના પત્‍ની દર્શનાબેન શાહ છે.

(11:17 pm IST)