Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઇન્‍ડિયન અમેરિકન દંપતિ શ્રી અમિત તથા શ્રીમતિ અર્પિતા ભંડેરીનું એકલ વિદ્યાલયને ૫૦ હજાર ડોલરનું ડોનેશનઃ એકલ સંચાલિત ડીજીટલ લિટરસી પ્રોગ્રામ અંતર્ગત ભારતના જરૂરિયાતમંદ બાળકોને મોબાઇલ બસ દ્વારા સ્‍થળ ઉપર જઇ કોમ્‍યુટર પ્રોગ્રામથી સજ્જ કરાશે

હયુસ્‍ટનઃ ભારતના છેવાડાના વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ, વોકેશ્‍નલ ટ્રેનીંગ, ડીજીટલ ટ્રેનીંગ, એગ્રિકલ્‍ચર, સહિત વિવિધ ક્ષેત્રે મદદરૂપ થઇ પગભર કરતી સંસ્‍થા એકલ વિદ્યાલયને તાજેતરમાં ઇન્‍ડિયન અમરિકન દંપતિ શ્રી અમિત તથા શ્રીમતિ અર્પિતા ભંડેરીએ ૫૦ હજાર ડોલરનું ડોનેશન આપ્‍યું છે. જે ‘‘એકલ ઓન વ્‍હીલ્‍સ મોબાઇલ કોમ્‍યુટર લેબ્‍સ પ્રોગ્રામ'' માટે વપરાશે.

આ મોબાઇલ લેબ કોમ્‍યુટર પ્રોગ્રામ દ્વારા સોલાર પાવરથી ચાલતી બસમાં રાખવામાં આવેલ કોમ્‍યુટરો વડે સ્‍થળ ઉપર જઇ બાળકોને કોમ્‍યુટર જ્ઞાનથી સજ્જ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ૧૯૮૯ની સાલથી શરૂ કરાયેલ એકલ વિદ્યાલય દ્વારા અત્‍યાર સુધીમાં ભારતના સિતેર હજાર ગ્રામ્‍ય વિસ્‍તારોની સ્‍કૂલોમાં વોકેશ્‍નલ ટ્રેનીંગ, કોમ્‍યુટર ટ્રેનીંગ સહિત વિવિધ શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. જેનો અત્‍યાર સુધીમાં ૪ મિલીયન જેટલા બાળકો તથા ૧૦ મિલીયન જેટલા પરિવારો લાભ લઇ ચૂક્‍યા છે. તેવું IAN દ્વારા જાણવા મળે છે. 

(11:12 pm IST)