Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ભારત ખાતેના અમેરિકન દૂતાવાસનું પ્રશંશનીય કૃત્યઃ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવા ઇચ્છુક સ્ટુડન્ટસને અમેરિકાની યુનિવર્સિટીઓ વિષે માહિતી આપતી અધિકૃત મોબાઇલ એપ.લોન્ચ કરી

ન્યુદિલ્હીઃ ભારત ખાતેના અમેરિકન દૂતાવાસએ વધુ અભ્યાસ માટે અમેરિકા જવા ઇચ્છુક ભારતના સ્ટુડન્ટસને યુ.એસ.ની યુનિવર્સિટીઓમાં એડમિશન માટે જાણકારી આપતી અધિકૃત મોબાઇલ એપ. educationUSa India લોન્ચ કરી છે. જેમાં અમેરિકાની યુનિવર્સિટીઓ વિષે અધિકૃત માહિત આપવામાં આવી છે. તથા ફેસબુક ઉપર મુકી છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાને દર વર્ષે ભારતથી વધુ અભ્યાસ માટે આવતા સ્ટુડન્ટસ મારફત ૭.૫ બિલીયન ડોલરની આવક થાય છે.

(9:01 pm IST)