Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

''નેશનલ સાયન્સ બાઉલ ૨૦૧૯'' અમેરિકામાં હાઇસ્કૂલ તથા મિડલ સ્કૂલના સ્ટુડન્ટસ માટે યોજાઇ ગયેલી રાષ્ટ્રિય કક્ષાની સ્પર્ધાઃ બંને વિભાગમાં એક ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાથેની ટીમ વિજેતા

મિન્નેસોટાઃ યુ.એસ.ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ઉપક્રમે હાઇસ્કૂલ તથા મિડલ સ્કૂલના સ્ટુડન્ટસ માટે યોજાયેલી ''નેશનલ સાયન્સ બાઉલ ૨૦૧૯ નેશનલ ચેમ્પીયન'' સ્પર્ધામાં બંને વિભાગમાં એક ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાથેની ટીમ વિજેતા ઘોષિત થઇ છે.

હાઇસ્કૂલ સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં મિન્નેસોટા ખાતેની સ્કૂલની ટીમમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ આયુષ ગુપ્તા સાથેની ટીમ વિજેતા બની છે. જયારે મિડલ સ્કૂલ સ્ટુડન્ટસ માટેની સ્પર્ધામાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ રોહન વેંકટેશન સહિતની ટીમ વિજેતા થઇ છે. રાષ્ટ્રિય કક્ષાની આ સ્પર્ધામાં ૩ હજાર ઉપરાંત ટીમોએ ભાગ લીધો હતો.  

(9:00 pm IST)
  • સુરક્ષાદળોને મોટી સફળતા :આસામ રાઈફલ્સ પર હુમલાનો ગુન્હેગાર નાગા આતંકી ઝડપાયો : મેજર જનરલ યાંગહાંગ ઉર્ફે મોપાને નાગાલેન્ડમાં એબોઈ મૌન રોડ પરથી ઝડપી લેવાયો :મેજર જનરલ મોપા નેશનલ સોશ્યલીસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ગ્રુપનો સૌથી જૂનો આતંકવાદી છે આ ગ્રુપ નગાલેન્ડમાં પોતાની ગતિવિધિને અંજામ આપે છે access_time 1:20 am IST

  • રાજકોટમાં સાંજે વાતાવરણમાં પલટા બાદ ઝરમર વરસાદ : સાંજે વાતાવરણમાં પલટો આવેલ અને આકાશમાં વાદળો છવાયેલ અને અસહ્ય બફારા બાદ ઝરમર વરસાદ શરૂ થયેલ છે. access_time 7:22 pm IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટોઃ અનેક સ્થળોએ વરસાદી ઝાપટા શામળાજીમાં વરસાદ, અંબાજીમાં વરસાદી માહોલ, દાતારમાં વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદી માહોલ, ધીમીધારે વરસાદ, દાહોદમાં ઠંડો પવન અને વરસાદી માહોલ, ઈડરમાં વરસાદ, સૌરાષ્ટ્રના અમરેલીના જંગલમાં તથા ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ access_time 5:35 pm IST