Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

''ઇદ મિલન'': યુ.એસ.માં ઇન્ડિયન મુસ્લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ના રોજ કરાયેલી ઉજવણીઃ હિન્દુ,મુસ્લિમ, તથા ખ્રિસ્તી સહિત ૫૦૦ ઉપરાંત અગ્રણી આમંત્રિઓએ હાજરી આપી કોમી એકતાના દર્શન કરાવ્યા

હયુસ્ટનઃ યુ.એસ.માં ઇન્ડિયન મુસ્લિમ એશોશિએશન ઓફ ગ્રેટર હયુસ્ટનના ઉપક્રમે ૧૬ જુન ૨૦૧૯ના રોજ ફાધર્સ ડે નિમિતે ઇદ મિલન ગાલા પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં ૫૦૦ ઉપરાંત આમંત્રિતો જોડાયા હતા. જેમાં હિન્દુ, મુસ્લિમ, તથા ખ્રિસ્તી અગ્રણીઓએ સાથે મળી કોમી એકતાના દર્શન રૂપ ઉજવણી કરી હતી.

આ ઉજવણીમાં હિન્દુ સ્વયંસેવક સંઘના વાઇસ પ્રેસિડન્ટ શ્રી રમેશ ભુટાડાએ ચિફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. તથા ગેસ્ટ ઓફ ઓનર તરીકે કોન્સ્યુલ જનરલ શ્રી અનુપમ રાયએ હાજરી આપી ઉદબોધન કર્યુ હતું. મહિલા સશકિતકરણ અંગેનો સુશ્રી મલાયા યુસુફનો વીડિયો દર્શાવાયો હતો. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:58 pm IST)
  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • મહીસાગર જીલ્લામાં અકસ્માત થતા ૩ના મોતઃ ૨૦ ઘાયલ : મહિસાગર જીલ્લામાં અકસ્માત થતા ખાનગી બસના ઘાયલ મુસાફરોને સંતરામપુરની કોર્ટેજ હોસ્પિટલમાં ખસેડાયાઃ ઉબેર ગામ પાસે ટેમ્પો અને ખાનગી બસ વચ્ચે અકસ્માત થતા ૩ના મોતઃ અકસ્માતને કારણે ખાનગી બસના ૨૦ મુસાફરો પણ થયા ઘાયલ access_time 3:29 pm IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટોઃ અનેક સ્થળોએ વરસાદી ઝાપટા શામળાજીમાં વરસાદ, અંબાજીમાં વરસાદી માહોલ, દાતારમાં વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદી માહોલ, ધીમીધારે વરસાદ, દાહોદમાં ઠંડો પવન અને વરસાદી માહોલ, ઈડરમાં વરસાદ, સૌરાષ્ટ્રના અમરેલીના જંગલમાં તથા ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ access_time 5:35 pm IST