Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

''ગર્લ અપ'' : સ્ત્રીઓને સમાન હક્કો અપાવવા કાર્યરત પાંચ દેશોની ૪૦૦ જેટલી સગીર યુવતીઓ : અમેરિકામાં ૮ જુલાઇથી ૧૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન વોશીંગ્ટન ડીસી મુકામે યોજાનારી ''વીમેન એમ્પાવર સમીટ'' માં ભાગ લેશે : યુ.એસ.ના ૧૭ સ્ટેટમાંથી પસંદ કરાયેલી ૨૪ ટિન એજ યુવતિઓમાં ૩ ઇન્ડિયન અમેરિકન કિશોરીઓએ સ્થાન મેળવ્યું

વોશીંગ્ટન : યુ.એસ.માં આગામી ૮ જુલાઇથી ૧૧ જુલાઇ ૨૦૧૮ દરમિયાન વોશીંગ્ટન ડી.સી.મુકામે યોજાનારી ''વીમેન એમ્પાવર સમીટ'' માં ''ગર્લ અપ'' એડવાઇઝર્સ તરીકે પસંદ કરાયેલી ૨૪ સગીર યુવતિઓમાં ૩ ઇન્ડિયન અમેરિકન ટિન ગર્લએ સ્થાન મેળવ્યું છે. જેમાં કેલિફોર્નિયા સ્થિત કવિતા રાય, મેસ્સેચ્યુએટસ સ્થિત અનુષા ટંડન, તથા લિન્કોલ્ન સ્થિત ઇના ભુપાલમનો સમાવેશ થાય છે.

સમીટ માટે પસંદ કરાયેલ તમામ સગીર યુવતિઓ તેમના જેવી અન્ય કિશોરીઓના જીવનના વિકાસ સાથે પોતાના ધ્યેયો હાંસલ કરવા જાતિય અસમાનતા દૂર કરવા તથા મહિલાઓને નડતા પ્રશ્નો વિષયક રજૂઆત કરી માર્ગદર્શન આપશે

ઉલ્લેખનીય છે કે જુદા જુદા પાંચ દેશોની ૪૦૦ જેટલી કિશોરીઓ 'ગર્લ અપ' દ્વારા સમાજમાં સ્ત્રીઓ માટે સમાનતા ક્ષેત્રે કાર્યરત છે.

(12:42 pm IST)