Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભારતના સ્‍ટુડન્‍ટસને સરળ વીઝા પોલીસીમાંથી બાકાત રાખવાનું બ્રિટન સરકારનું પગલુ ભૂલભરેલુઃ બ્રિટન ડેમોક્રેટ પાર્ટી લીડર તથા પૂર્વ બિઝનેસ મિનીસ્‍ટર વિન્‍સ કેબલનું મંતવ્‍ય

લંડનઃ તાજેતરમાં બ્રિટીશ સરકારે વિદેશોમાંથી અભ્‍યાસ માટે આવતા ૨૫ દેશોના સ્‍ટુડન્‍ટસ માટે સરળ વીઝા પોલીસી જાહેર કરી છે. પરંતુ આ દેશોમાંથી ભારતને બાકાત રાખ્‍યુ છે. જેનો બ્રિટનની લિબરલ ડેમોક્રેટ પાર્ટીના લીડર તથા પૂર્વ બિઝનેસ મિનિસ્‍ટર વિન્‍સ કેબલએ વિરોધ કર્યો છે.

તેમણે પ્રાઇમ મિનીસ્‍ટર થેરેસા મે ને આ બાબતમાં બાંધછોડ કરી ભારતના સ્‍ટુડન્‍ટસ માટે પણ સરળ વીઝા પોલીસી અમલી બનાવવા અનુરોધ કર્યો છે.

તથા જણાવ્‍યું છે કે ભારતથી આવતા સ્‍ટુડન્‍ટસ પ્રત્‍યે આવો પક્ષપાત રાખવાથી બંને દેશો વચ્‍ચેના સંબંધો ઉપર અસર થઇ શકે છે. તેઓ યુ.કે.ઇન્‍ડિયા લીડરશીપ કોનકલેવ પ્રસંગે હાજર રહ્યા હતા તથા ઉપરોક્‍ત મંતવ્‍ય વ્‍યક્‍ત કર્યુ હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા  જાણવા મળે છે.

(9:34 pm IST)