Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

શિકાગોના આંગણે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જિનાલયના રજતજયંતી મહોત્સવ પ્રસંગે લંડનથી પધારેલા ગુરૂદેવ શ્રીજીનચંદ્રજી સાહેબનુ ઓહેર એરપોર્ટ પર ટ્રસ્ટી બોર્ડના ચેરમેન અતુલ શાહ તથા તેમના પત્નિ ધર્મીબેન શાહ તેમજ ટ્રસ્ટી વસંતભાઇ શાહ તથા ભૂતપૂર્વ ચેરમેનો કિશોરભાઇ સી શાહ તેમજ સંપ્રતિભાઇ શાહ અને અન્ય સભ્યોએ કરેલુ ભવ્ય સ્વાગતઃ ઓહેર એરપોર્ટ પર પોતાના થયેલા ભવ્ય સ્વાગત બદલ શ્રી જીનચંદ્રજી ભાવ વિભોર બની ગયા અને સર્વેનો હૃદયપૂર્વક માનેલો આભારઃ ગુરૂદેવના શિષ્ય કેવલ વોરા પણ શિકાગો પધારેલ છે

 (પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) શિકાગોઃ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જીનાલયને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેના સંચાલક મંડળના સભ્યોએ તેનો રજતજયંતિ મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરતા તે અંગે વલસાડ નજીક તિથલ ગામમાં દરિયાકિનારે ઘણાં વર્ષોથી વસવાટ કરતા અને વિશ્વના અનેક દેશોમાં જૈન ધર્મનો પ્રચાર કરવાનો નિર્ણય કરેલ એવા ગુરૂદેવ જીનચંદ્રજી હારાજ સાહેબે આ રજતજયંતિ મહોત્સવમાં સંસ્થાના આમંત્રણનો સ્વિકાર કરીને આજે મંગળવારે લંડનથી ઓહેર એરપોર્ટ પર આવી પહોંચતા જૈન સોસાયટીના ટ્રસ્ટી મંડળના યુવાન ચેરમેન અતુલ શાહ તથા તેમના પત્નિ ધર્મીષ્ટાબેન શાહ તેમજ ટ્રસ્ટી વસંતભાઇ તથા અને ભૂતપૂર્વ ચેરમેનો કિશોરભાઇ છગનલાલ શાહ અને સંપ્રતિભાઇ શાહ તેમજ હિરેનભાઇ અને મનિષાબેન શાહ તથા અન્ય સભ્યોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું અને આવા કરવામાં આવેલ સ્વાગત બદલ તેઓ એરપોર્ટ પરજ ભાવ વિભોર બની ગયા હતા અને સર્વેનો તેમણે આભાર માન્યો હતો જૈન સોસાયટી શિકાગો સાથે શ્રી જિનચંદ્રજી મહારાજ સાહેબનો સંબંધ અત્યંત પૂરાણો રહેલો હોવાથી કિશોરભાઇ તથા સંપ્રતિભાઇ શાહને મળીને તેઓ અત્યંત ગદગદીત થઇ ગયા હતા.

શિકાગોના એરપોર્ટ પર થોડા સમય તેઓ રોકાયા હતા અન હાજર રહેલા સભ્યો સાથે જૈન જિનાલયના રજતજયંતિ મહોત્સવ પ્રસંગની ઔપચારિક માહિતી મેળવી હતી અને અંગે તેમણે સંતોષની લાગણીઓ વ્યકત કરી હતી ટ્સ્ટી બોર્ડના ચેરમેન અતુલ શાહે અમોને આપેલ એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જિનાલયના રજતજયંતી મહોત્સવ પ્રસંગે દસ દિવસના વિવિધ પ્રકારના ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે અને આ મહોત્સવ રરમી જુનને શુક્રવારના રોજ શરૂ થશે અને તેની સમાપ્તી ૧લી જુલાઇને રવીવારના રોજ થશે. આ દસ દિવસના યોજવામાં આવેલ કાર્યક્રમમાં ભારતથી પધારનારા મહાનુભાવો જેમાં (૧)ગુરૂદેવ જીનચંદ્રજી મહારાજ (૨)ડો.કુમારભાઇ દેસાઇ (૩)દિપકભાઇ શાહ બારડોલીવાળા (૪)ગુરૂદેવ રાકેશભાઇ ઝવેરી (૫)ચારૂકિર્તિ ભટ્ટારકજી (૫)ડો સંજીવજી ગોધા (૬)સમણ શ્રૃતપ્રજ્ઞાજી (૭)સાજન શાહ અને અન્ય જનોનો પણ સમાવેશ થાય છે તેઓ ભીન્ન ભીન્ન વિષયોને આવરી લેતા પ્રવચનો આપશે.

દસ દિવસોની રજત જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે તેમાં શેઠ મોતીશા તેમજ વિરના વારસદારના નાટકોનો પણ સમાવેશ થાય છે.

તેમણે વધારામાં જણાવ્યુ હતુ કે જૈન સોસાયટી સભ્યો દ્વારા નેમ રાજુલ નામની નૃત્યુ નાટિકા પણ આ દિવસો દરમ્યાન રજુ કરવામાં આવનાર છે.

જૈન સંઘના સભ્યોની પવિત્ર સ્થળ પાલીતણાના શેગુંજય પર્વતને માનવામાં આવે છે અને તે પર્વતની પ્રતિકૃતિ જૈન સેન્ટરના પાર્કિગ લોટમાં ભવ્ય રીતે તૈયાર કરવામાં આવનાર છે અને તેના દર્શન કરવા એ પણ એક આવકાર દાયક બીના છે અને તે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે આખા જીનાલય તથા તેની અડીને આવેલ સાંસ્કૃતિક ભવનને પણ આધુનિક રીતે શણગારવામાં આવેલ છે અને દસે દસ દિવસો દરમ્યાન સ્વામિવાત્સલ્યનો પ્રબંધ કરવામાં આવેલ છે એવું તેમણે અંતમાં જણાવ્યું હતું ગુરૂદેવની સાથે તેમના શિષ્ષ કેવલ વોરા પણ શિકાગો પધારેલ છે.   

 

(11:50 am IST)
  • પેટ્રોલમાં 14 પૈસાનો ઘટાડો થશે :ડીઝલના ભાવ યથાવત રહેશે :આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલમાં લિટરે 11 પૈસાનો ઘટાડો કરાયા બાદ શુક્રવારે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાશે નહીં :પેટ્રોલના ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 12:33 am IST

  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST