Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

મહારાષ્‍ટ્રના ચિફ મિનીસ્‍ટર દેવેન્‍દ્ર ફડનવીસ અમેરિકાની મુલાકાતેઃ અમેરિકન કંપનીઓના સહયોગથી મહારાષ્‍ટ્રમાં ૩ નવા પ્રોજેકટ શરૂ કરવાની ઘોષણાં

વોશીંગ્‍ટન ડીસીઃ તાજેતરમાં અમેરિકાની મુલાકાતે ગયેલા મહારાષ્‍ટ્રના ચિફ મિનીસ્‍ટર દેવેન્‍દ્ર ફડનવીસ તથા યુ.એસ.ઇન્‍ડિયા સ્‍ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ વચ્‍ચે વોશીંગ્‍ટન ડી.સી.મુકામે રાઉન્‍ડ ટેબલ મંત્રણા થઇ હતી. જેમાં જણાવાયા મુજબ ઝડપી વિકાસ કરી રહેલા મહારાષ્‍ટ્ર સ્‍ટેટમાં રોકાણ કરવા અમેરિકાની કંપનીઓ આતુર છે. જેઓ આ માટે ભારતના મહારાષ્‍ટ્ર સ્‍ટેટને  અગ્રતા આપવા માંગે છે.

આ તકે મહારાષ્‍ટ્ર ગવર્મેન્‍ટ તથા યુ.એસ. ઇન્‍ડિયા પેનલએ મહારાષ્‍ટ્રમાં ૩ નવા પ્રોજેકટ શરૂ કરવાની ઘોષણાં કરી હતી. જે અંતર્ગત મહારાષ્‍ટ્રના ઇલેકટ્રીસીટી સેકટરમાં નવી ટેકનોલોજી, ટ્રાન્‍સપોર્ટેશન, તથા એનર્જી સિકયુરીટી ક્ષેત્રે કામગીરી કરાશે.

આ તકે અમેરિકા ખાતેના ભારતના રાજદૂત શ્રી નવતેજ સરના, ચિફ મિનીસ્‍ટર શ્રી દેવેન્‍દ્ર ફડનવીસ, USISPF પ્રેસિડન્‍ટ ઇન્‍ડિયન અમેરિકન શ્રી મુકેશ અધી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.

(9:25 pm IST)