Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અમેરિકામાં ટ્રમ્પ સરકારના આગમન બાદ H-1 B વીઝા અરજીઓ રદ થવાનું પ્રમાણ વધ્યુ : અરજીઓ મંજુર કરવાના નિયમોમાં આડેધડ ફેરફાર થયાની રાવ : રદ થયેલી અરજીઓના કારણે જાણવા AILA દ્વારા કોર્ટમાં દાવો દાખલ

વોશીંગ્ટન : અમેરિકામાં ૧૫ હજાર ઉપરાંત મેમ્બર્સ ધરાવતા ''અમેરિકન ઇમીગ્રેશન લોયર્સ એશોશિએશન (AILA)'' એ યુનાઇટેડ સ્ટેટસ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસ (USCIS) વિરૂધ્ધ દાવો દાખલ કર્ર્યો છે. જેમાં H-1 B વીઝા માટે આવતી અરજીઓ પૈકી રદ થતી અરજીઓના ડોકયુમટસ કે જેના અસ્વીકાર માટેના કારણો શું છે તે જાણવા દાદ માંગી છે.

૨૦૧૭ ની સાલમાં AILA ને મળેલી અનેક ફરિયાદોમાં H-1 B વીઝા અરજી  રદ થવાની સંખ્યામાં વધારો થતાં USCIS દ્વારા લેવાતા નિર્ણયમાં પરિવર્તન થયું હોવાનું જણાયું હતું જેથી AILA દ્વારા વળતર તથા વ્યવસાયના કારણોસર રદ કરાતી અરજીઓના દસ્તાવેજો જોવા દેવાની માંગણી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮.૧૯ ની સાલ માટે ૧.૯૦ લાખ અરજીઓ આવી છે. જેમાંથી ૮૫ હજાર અરજીઓ મંજુર થશે જેમાં યુ.એસ.ની ડીગ્રી ધરાવતા અરજદારો માટેના ૨૦ હજારના કવોટોનો પણ સમાવેશ થઇ જાય છે જે ૧ ઓકટો. ૨૦૧૮ની અમલી બનશે.

ખાસ કરીને ટ્રમ્પ સરકારના આવ્યા બાદ H-1 B વીઝા અરજીઓ માટે અનઅધિકૃત નિયમો લાગુ પડાતા હોવાનું. તથા અરજીઓ રદ થવાની  સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાનું જણાતા દાવો દાખલ કરાયો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. (૪૬.૩)

 

(8:54 am IST)