Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

''સાવધાન'': રસ્તા ઉપર ચાલીને જતા હો તો પણ રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરશો તો દંડ થશેઃ અમેરિકાના ન્યુયોર્કમાં અમલી બનાવાયેલો કાનૂન

ન્યુયોર્કઃ ''સાવધાન'', રસ્તા ઉપર ચાલીને જતા હોવા છતાં જો રોડ ક્રોસ કરતી વખતે મોબાઇલનો ઉપયોગ કરશો તો ૨૫ થી ૫૦ ડોલરનો દંડ થશે.

આવો કાનૂન અમેરિકાના ન્યુયોર્કમાં અમલી બનાવાયો છે. જે મુજબ રોડ ક્રોસ કરતી વખતે કોઇપણ પ્રકારના પોર્ટેબલ ડીવાઇસનો ઉપયોગ દંડને પાત્ર ગણાશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હવાઇ કેલિફોર્નિયામાં પણ આવું બિલ પાસ થઇ ચૂકેલૂં છે.

(8:01 pm IST)