Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

''મોસ્ટ પાવરફુલ વીમેન ઇન હેલ્થકેર IT'': હેલ્થ ડેટા મેનેજમેન્ટ દ્વારા ૨૦૧૯ની સાલ માટે પસંદ કરાયેલ ૫૦ એવોર્ડ વિજેતાઓમાં સ્થાન મેળવતા ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીતા કપૂર

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સીતા કપૂરને ''મોસ્ટ પાવરફુલ વીમેન ઇન હેલ્થકેર IT'' એવોર્ડ એનાયત કરાયો છે. જે હેલ્થ ડેટા મેનેજમેન્ટ દ્વારા ૨૦૧૯ની સાલ માટે આપવામાં આવ્યો છે.

પ્રજાજનોની આરોગ્ય કાળજી માટે ૫૦ મહિલાઓને આપવામાં આવેલા ઉપરોકત એવોર્ડમાં હેલ્થઇસીના સી.આઇ.ઓ સુશ્રી સીતા કપૂરએ સ્થાન મેળવ્યું છે.

જુદી જુદી કોમ્યુનીટીના લોકોના દર્દો તથા તેમની સારવાર અંગેનો ડેટા તેમણે તૈયાર કરી આરોગ્ય સેવા સરળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

સુશ્રી કપૂરએ રૂટગર્સ યુનિવર્સિટીમાંથી કોમ્યુટર સાયન્સ સાથે બેચલર તથા સ્ટીવન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર ડીગ્રી મેળવેલી છે.

(8:33 pm IST)
  • ઓરિસ્સામાં કોંગ્રેસે પરિણામ પહેલા પરાજય સ્વીકાર્યો !વિપક્ષનો દરજ્જો ગુમાવાની પણ ભીતિ :ઓરિસ્સા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નિરંજન પટનાયકે સ્વીકાર કર્યો કે ઓરિસ્સામાં કોંગ્રેસ પોતાના દમ પર સરકાર નહિ બનાવી શકે :તેઓએ એમ પણ કહ્યું કે કોંગ્રેસ પોતાનો વિપક્ષનો દરજ્જો પણ ગુમાવી શકે છે access_time 1:16 am IST

  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી સાથે ૨૬ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 4:07 pm IST

  • ચૂંટણીપંચ કહે છે વિપક્ષોની માંગણી મુજબ ઈવીએમ મતોની ગણતરી કરીએ તો કાલે બપોર પછી મતગણતરી શકય બને : અંતિમ પરિણામો માટે ૨ થી ૩ દિવસ લાગી શકે access_time 1:14 pm IST