Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

પાકિસ્તાનના અંતરિક્ષ આયોગ, તથા મોસમ નિષ્ણાંતોએ તૈયાર કર્યુ ''વૈજ્ઞાનિક ચંદ્ર કેલેન્ડર'': ઇસ્લામી તહેવારોની તારીખ નક્કી કરવા ચંદ્ર દર્શન ઉપર આધાર રાખવો નહીં પડેઃ આ કેલેન્ડર મુજબ આગામી ઇદ તહેવાર ૫ જુન ૨૦૧૯ના રોજ ઉજવી શકાશે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ઇસ્લામી તહેવારોની તારીખ નક્કી કરવા માટે ચાંદ જોયા પછી થતા અમલની સમસ્યા દૂર કરવા માટે વૈજ્ઞાનિક ચંદ્ર કેલેન્ડર'' તૈયાર કરાયું છે. જે વૈજ્ઞાનિકોની કમિટી, અંતરિક્ષ આયોગ, અંતરિક્ષ નિષ્ણાંતો તથા મોસમ નિષ્ણાંતોની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. તથા આ કેલેન્ડર સી.આઇ.આઇ. અને રૂઅત-એ-હિલાલ કમિટીને મંજુરી માટે મોકલવામાં આવ્યું છે.

આ કેલેન્ડર મુજબ આગામી ઇદ તહેવાર પાંચ જુનના રોજ આવશે.

કેલેન્ડર પાંચ વર્ષ માટે અમલી બનશે.ત્યારબાદ ફરીથી તૈયાર કરાશે.

(7:56 pm IST)