Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

" મધર્સ ડે " :અમેરિકાના હ્યુસ્ટનમાં ઇન્ડિયન સીનીઅર સીટીઝન એશોશિએશનના ઉપક્રમે 12 મે 2019 ના રોજ કરાયેલી ઉજવણી : માતાની મમતા દર્શાવતા ભજનો ,ફિલ્મી ગીતો ,મ્યુઝિક , મનોરંજન , તથા રાસગરબાની રમઝટથી સિનિયરો ખુશખુશાલ

હ્યુસ્ટન : અમેરિકાના હ્યુસ્ટનમાં 12 મે 2019 ના રોજ ઇન્ડિયા હાઉસ ખાતે ઇન્ડિયન સીનીઅર સીટીઝન એશોશિએશન ઉપક્રમે મધર્સ ડે ઉજવાયો હતો.જેમાં માતાની મમતા દર્શાવતા ભજનો ,ફિલ્મી ગીતો  ,મ્યુઝિક , મનોરંજન, તથા રાસગરબાની રમઝટ સાથે 500 ઉપરાંત મેમ્બર્સએ હાજરી આપી ઉજવણીનો આનંદ માણ્યો  હતો.ઉપસ્થિત માતાઓને ગિફ્ટ આપી નવાજવામાં આવી હતી.સહુ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી છુટા પડ્યા હતા.પ્રોગ્રામના સ્પોન્સર્સ તરીકે શ્રીધર ફેમિલી ,શ્રી અરવિંદ શાહ ,સુશ્રી પ્રેરણા શાહ ,તથા ઇન્ડિયા હાઉસ મેનેજમેન્ટનો સહકાર સાંપડ્યો હતો.જે સહુનો ઇન્ડિયન સીનીઅર સીટીઝન એશોશિએશન પ્રેસિડન્ટ શ્રી રમેશ મોદીએ આભાર માન્યો હતો.તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(12:28 pm IST)
  • દક્ષિણમાં કર્ણાટકને બાદ કરતાં બધે જ ભાજપનું ધોવાણ : એકિઝટ પોલ કર્ણાટકમાં ભાજપને ૧૮ બેઠકનું અનુમાન : દક્ષિણ ભારતમાં અન્ય તમામ સ્થળે ભાજપનો સફાયો થવાના એંધાણ : જો કે કેરળમાં કોંગ્રેસને પણ ફાયદો નહિં થાય : ઈલેકટ્રોનિક મીડીયાના એકિઝટ પોલમાં અપાયા નિર્દેશો access_time 6:31 pm IST

  • ચૂંટણીપંચે 'વીવીપેટ' મત ગણતરી અંગે બેઠક યોજી છે : આજે મોડેથી સાંજે ગાઈડલાઈન જાહેર કરશે : બેઠક ચાલુ : વીવીપેટ મશીનોની પરચી મેચ કરવાની વાતથી પરિણામ મોડા થશે access_time 1:13 pm IST

  • ચૂંટણીપંચે જાહેર કર્યુ છે કે જો ઈવીએમ મતો અને વીવીપેટ મશીનોની પરચી વચ્ચે અસંગતતા (મિસ-મેચ) જોવા મળશે તો વીવીપેટ મશીનોની પરચીઓની ગણતરી માન્ય રહેશે અને ઈવીએમ મતોની ગણતરી માન્ય રહેશે નહિં access_time 4:07 pm IST