Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં ભારતીય મૂળના સૌપ્રથમ લો મેકર બનવાનો વિક્રમ શ્રી દેવ શર્માના નામે : લિબરલ પાર્ટીના ઉમેદવાર અને ઈઝરાઈલ ખાતેના ઓસ્ટ્રેલિયાના પૂર્વ રાજદૂત શ્રી શર્માએ સિડનીના ઉપનગરમાંથી 51 ટકા મતો મેળવી વિજય મેળવ્યો

સિડની : ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં  ભારતીય મૂળના  સૌપ્રથમ લો મેકર બનવાનો વિક્રમ શ્રી દેવ  શર્માના નામે નોંધાયો છે.તેઓ સિડનીના ઉપનગર વેંટવર્થમાંથી લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે 51 ટકા મતો મેળવી વિજેતા બન્યા છે.શ્રી શર્મા આ અગાઉ ઈઝરાઈલ ખાતે ઓસ્ટ્રેલિયાના એમ્બેસેડર તરીકે સેવાઓ આપી ચૂક્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:50 am IST)
  • ચૂંટણીપંચે 'વીવીપેટ' મત ગણતરી અંગે બેઠક યોજી છે : આજે મોડેથી સાંજે ગાઈડલાઈન જાહેર કરશે : બેઠક ચાલુ : વીવીપેટ મશીનોની પરચી મેચ કરવાની વાતથી પરિણામ મોડા થશે access_time 1:13 pm IST

  • મોહનભાઇ કુંડારીયાની જાહેરાત કાલે ભાજપનો વિજય થશે તો પણ પડધરી-ટંકારા વિસ્તારમાં કોઇ જ વિજય સરઘસ નીકળશે નહિ ! : રાજકોટમાં વિજય સરઘસ કે ઉજવણી કરવી કે કેમ તે અંગે વિજયભાઇ નિર્ણય લેશે : કોંગી ઉમેદવાર લલીતભાઇ કગથરાના યુવાન પુત્રના અકાળે અવસાનના પગલે મોહનભાઇનો સ્તુત્ય વિચાર access_time 1:17 pm IST

  • છત્તીસગઢના કોંડાગાંવમાં ચૂંટણી ડ્યૂટી દરમિયાન સીઆરપીએફ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું. તેઓ સ્ટ્રોંગ રૂમની સુરક્ષામાં તૈનાત હતાં. access_time 11:42 pm IST