Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

''હાસ્યકે રંગ, ગીત ગઝલકે સંગ'': યુ.એસ.ના હયુસ્ટનમાં IAHના ઉપક્રમે યોજાઇ ગયેલું ''હાસ્ય કવિ સંમેલન'': પદમશ્રી શ્રી સુરેશ દુબે વ્યંગ કવિ ડો.પ્રવિણ શુકલા, તથા ગીત ગઝલ કિવન સુશ્રી શબીના આદિબએ ઉપસ્થિતોના દિલ જીતી લીધા

''હાસ્યકે રંગ, ગીત ગઝલકે સંગ'' યુ.એસ.માં IAHના ઉપક્રમે ઇન્ડિયા હાઉસ ખાતે ૨૮ એપ્રિલના રોજ હાસ્ય કવિ સંમેલન યોજાઇ ગયું.

સતત ૩ કલાક સુધી ચાલેલા આ સંમેલને ઉપસ્થિત ૩૨૦ જેટલા લોકોને જકડી રાખ્યા હતા. જેમાં હાસ્ય કવિ પદમશ્રી શ્રી સુરેશ દુબે, વ્યંગ કવિ ડો.પ્રવિણ શુકલા, તથા ગીત ગઝલ કિવન સુશ્રી શબીના આદિબએ લોકોના દિલ જીતી લીધા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:38 pm IST)