Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

યુ.એસ.સ્થિત ભારતીય મૂળના 24 વર્ષીય યુવાનએ વરિષ્ઠ નાગરિકોને 20 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો : આંતરરાષ્ટ્રીય ટેક સપોર્ટ કૌભાંડમાં શામેલ યુવાન બિશપ મિત્તલની કોર્ટ સમક્ષ કબૂલાત

નોર્થ કેરોલિના : યુ.એસ.માં નોર્થ કેરોલિના સ્થિત ભારતીય મૂળના 24 વર્ષીય યુવાન બિશપ મિત્તલએ ટેક સપોર્ટ કૌભાંડમાં શામેલ થઇ વરિષ્ઠ નાગરિકો સહીત સેંકડો લોકો સાથે છેતરપિંડી કરી તેમને 20 કરોડ રૂપિયા જેટલી રકમનો ચૂનો ચોપડી દીધો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતા ઉપરના આરોપોનો સ્વીકાર કરી લીધો હતો.હાલમાં તેને જામીન ઉપર મુક્ત કરાયો છે.તેને ફરમાવનારી સજા હવે પછી નક્કી થશે.

(1:06 pm IST)
  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST

  • શેરબજારમાં નરમાશ : સેન્સેકસ ૨૨૦ પોઇન્ટ ઘટીને ૩૮૧૬૬ અને નીફટી ૬૨ પોઇન્ટ ઘટીને ૧૧૪૫૮: ડોલર સામે રૂપિયો ૬૮.૯૯ ઉપર છે access_time 3:43 pm IST

  • કાશ્મીરઃ ર૪ કલાકમાં ૪ એન્કાઉન્ટરઃ તોયબાના કમાન્ડર અલી સહિત પ આતંકી ઠારઃ જમ્મુ-કાશ્મીરમાં ર૪ કલાકમાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં તોયબાના કમાન્ડર અલી સહિત પ ત્રાસવાદી ઠાર કરાયા છેઃ કુલ ૪ સ્થળે એન્કાઉન્ટર થયા હતાં: ગઇકાલે બારામુલામાં થયેલી અથડામણમાં બે ત્રાસવાદી ઠાર થયા હતાં: શોપિયામાં એક ત્રાસવાદી ઠાર થયો હતોઃ આ દરમ્યાન એક અધિકારી સહિત ૩ સૈન્ય કર્મી ઘાયલ થયા છે access_time 11:23 am IST