Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પાકિસ્તાનના લાહોરમાં ભારે ઉમંગ પૂર્વક હોળી ધુળેટી પર્વની ઉજવણી : મંદિરમાં ભેગા થયેલા હિન્દુઓએ અબીલ ગુલાલની છોળો ઉડાડી, નાચ ગાન સાથે પરસ્પરને હોલી મુબારક ની શુભેચ્છા પાઠવી

પાકિસ્તાનના લાહોરમાં વસતા હિન્દુઓએ ગઈકાલે ભારે ઉમંગ પૂર્વક લિકપ્રિય તહેવાર હોળી ધુળેટી ઉજવ્યો હતો.તથા અબીલ ગુલાલની છોળો સાથે ઉત્સવનો આનંદ માણ્યો હતો.તથા નાચ ગાનની મહેફિલ જમાવી પરસ્પર હોળી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી.સ્થાનિક સમાચાર સૂત્રોના જણાવ્યા મુજબ હિંદુઓ એક મંદિરમાં ભેગા થયા હતા જ્યાં આ ઉત્સવ ઉજવ્યો હતો.

(12:20 pm IST)
  • ભાજપે લોકસભા ચૂંટણીના આંધ્રપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડીસાના 36 ઉમેદવારોની સુચી જાહેર કરી : ગિરીશ બાપટ પુણેથી અને સંબીત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. access_time 1:36 am IST

  • ચીનના જિઆંગ્સૂ પ્રાંતના યાનચેંગમાં કેમિકલ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ભીષણ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 47 થયો :600થી વધુ લોકો ઘાયલ :3000થી વધુ શ્રમિકો અને લગભગ 1000 રહીશોને સુરક્ષિત સ્થાનો પર ખસેડાયા : આગ પર કાબુ મેળવી લેવાયો:ઘાયલોને 16 હોસ્પિટલોમાં ખસેડાયા :અંદાજે 640 લોકો હોસ્પિટલમાં દાખલ :32ની હાલત હજુ ગંભીર :અને 58 અન્યને ગંભીર ઈજાઓ access_time 12:39 am IST

  • ગુજરાતના ઉમેદવારોની યાદી લઇ સીએમ વિજયભાઇ રૂપાણી દિલ્હી જવા રવાનાઃ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણી અને સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા પણ રવાના : આવતીકાલે શુક્રવારે સવારે પીએમ મોદી સાથે સીએમ રૂપાણી કરશે ચર્ચા access_time 6:54 pm IST