Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

યુ.એસ.માં ઇલિનોઇસ એસેમ્‍બલીના ઉમેદવાર ઇન્‍ડિયન અમેરિકન શ્રી રામ વિલ્લીવલમ પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતાઃ ૮મા ડીસ્‍ટ્રીકટમાં ૨૦ માર્ચના રોજ યોજાયેલી પ્રાઇમરીમાં ડેમોક્રેટ ઉમેદવાર તરીકે ૫૧.૯ ટકા મતો સાથે વિજયી

ઇલિનોઇસઃ અમેરિકાના ઇલિનોઇસમાં ૨૦ માર્ચ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટણીઓમાં ૮મા લેજીસ્‍લેટીવ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ ઉમેદવાર શ્રી રામ વિલ્લીવલમ વિજેતા થયા છે.

તેમને ૫૧.૯ ટકા મતો મળ્‍યા છે. જયારે તેમના નજીકના પ્રતિસ્‍પર્ધીને ૨૯.૧ ટકા મતો મળતા તેઓ ૨૧ ટકા જેટલા મતોની સરસાઇથી વિજેતા થયા છે.

ઉલ્લેખનીય છે કે શ્રી રામને હિન્‍દુ કોલિશનના સમર્થન ઉપરાંત શિકાગોથી પ્રસિધ્‍ધ થતા ન્‍યુઝપેપરએ પણ તેમને સમર્થન આપતો તંત્રીલેખ લખ્‍યો હતો.

(9:48 pm IST)