Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

' બલ્લે .....બલ્લે....' : શીખોને શામેલ કરવા માટે અમેરિકાના એર ફૉર્સએ ડ્રેસ કોડ બદલ્યો : વિદેશીઓની ધાર્મિક ભાવનાને ધ્યાનમાં લઇ ફેરફારને મંજૂરી : હવે શીખો પોતાના ધાર્મિક પ્રતીકો સાથે અમેરિકાની વાયુ સેનામાં જોડાઈ શકશે

વોશિંગટન : શીખ કોલીશનની લાંબા સમયની માંગણીને આખરે અમેરિકન એર ફૉર્સએ મંજુર કરી છે.જે અંતર્ગત 7 ફેબ્રુઆરીના રોજ નક્કી કરાયા મુજબ હવે અમેરિકાની વાયુ સેનામાં વિદેશીઓ પોતાના ધાર્મિક યુનિફોર્મ કોડને જાળવી શકશે

તેથી મિલિટરીમાં જોડાતી શીખ કોમ હવે પોતાના ધાર્મિક પ્રતીક સાથે વાયુ સેનામાં જોડાઈ શકશે  જે નિર્ણયને શીખ સમુહએ વધાવ્યો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:19 pm IST)