Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં આગમન સમયે PEW નો સર્વે પ્રસિધ્ધ : ભાજપ સાથે જોડાયેલા લોકોમાં ટ્રમ્પની લોકપ્રિયતા વધી : કોંગ્રેસના અનુયાયીઓ નારાજ

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત આગમન સમયે PEW એ તેમની લોકપ્રિયતા તેમજ પ્રેસિડન્ટ તરીકેની કામગીરીનો સર્વે હાથ ધર્યો હતો.જે મુજબ ભારતમાં ભાજપ સાથે જોડાયેલા લોકોમાં ટ્રમ્પની લોકપ્રિયતા વધી છે. જે 14 ટકાથી 56 ટકા સુધી પહોંચી જવા પામી છે. જયારે કોંગ્રેસના અનુયાયીઓ તેમનાથી નારાજ હોવાનું જણાયું હતું .

62 ટકા લોકોએ ચીન કરતા અમેરિકા સાથે વ્યાપાર વિકાસ વધારવા ઉપર મહત્વ આપ્યું હતું .જોકે તેમની વ્યવસાયિક નીતિઓમાં અવારનવાર ફેરફારો થયા કરે છે તથા ભારતથી નિકાસ થતી વસ્તુઓ ઉપર વધુ ટેક્સ નખાતો હોવાનું જોવા મળ્યો છે તેથી તેમની વ્યવસાયિક પોલિસી નક્કર નથી .અલબત્ત પોતાના દેશને અનુરૂપ વ્યવસાયિક નિર્ણયો લેવામાં તે અવ્વલ નંબરે છે તેવું જાણવા મળે છે.

(11:36 am IST)