Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

"ચર્ચિલ સ્કોલરશીપ" યુ.એસ.માં ચર્ચિલ ફાઉન્ડેશન દ્વારા 2020-21 ની સાલ માટે પસંદ કરાયેલા 15 સ્કોલર્સમાં સ્થાન મેળવતા 5 ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સ

વોશિંગટન : યુ.એસ.માં સાયન્સ, ટેક્નોલોજી, એન્જીનીઅરીંગ તથા મેથેમેટિક્સના ક્ષેત્રે આગળ વધવા અને કેમ્બ્રિજ યુનિવર્સીટીમાં પસંદગીનો અભ્યાસ કરવા માટે યુ.એસ.માં ચર્ચિલ ફાઉન્ડેશન દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે.જે માટે 127 સ્કોલર્સમાંથી પસંદ કરાયેલા 15 સ્કોલર્સમાં 5 ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ્સે સ્થાન મેળવ્યું છે.

આ પાંચ સ્ટુડન્ટ્સમાં વિનય ઐયાપન ,શ્રીનિવાસ મંડ્યમ ,મહેતાબ સહાની ,અઝીમ ધારાની ,તથા તનય વખારેનો સમાવેશ થાય છે.જેઓને કેમ્બ્રિજ યુનિવર્સીટીની ચર્ચિલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે ટ્યુશન ફી તેમજ સ્ટાઇફંડ ચુકવવામાં આવશે તથા આગળ ઉપર સંશોધન માટે 2 હજાર ડોલરની ગ્રાન્ટ અપાશે

(1:59 pm IST)