Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર માઈક બ્લુમબર્ગને ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં સમર્થન : મેયર લીલી મેઈ ,ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણીઓ શ્રી જીવન ઝુત્સી ,તથા હરપ્રીત સંધુએ સમર્થન ઘોષિત કર્યું

કેલિફોર્નિયા : અમેરિકામાં નવેમ્બર 2020 માં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર માઈક બ્લુમબર્ગને ફ્રૅમોન્ટ કેલિફોર્નિયામાં ભારે સમર્થન મળ્યું હતું જે મુજબ ફ્રૅમોન્ટ મેયર  લીલી મેઈ ,ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી અગ્રણીઓ શ્રી જીવન ઝુત્સી ,તથા હરપ્રીત સંધુ , સહિતનાઓએ  સમર્થન ઘોષિત કર્યું હતું તથા તેઓ 3 ટર્મ સુધી ન્યુયોર્ક મેયર તરીકે જવાબદારી સાંભળી ચુક્યા છે.તેમજ  રિપબ્લિકન ઉમેદવાર વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મહાત કરવા સક્ષમ છે તેમ જણાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે માઈક બ્લુમબર્ગએ જો પોતે ચૂંટાઈ આવે તો પોતાનો અઢળક નફો કરતો વ્યવસાય વેચી નાખી તે રકમનું ટ્રસ્ટ બનાવી ગ્લોબલ વોર્મિંગ ,હેલ્થ ,સહીત વિવિધ ક્ષેત્રે ચેરિટી કરી દેવાની જાહેરાત કરેલી છે.

(2:39 pm IST)