Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

યુ.એસ.માં શાંતિ નિકેતનના ઉપક્રમે' વેલેન્ટાઈન ડે 'ઉજવાયો : ટાવરેસ ફ્લોરિડા મુકામે કરાયેલી ઉજવણીમાં 75 ઉપરાંત સિનિયર્સ તથા મહેમાનોની ઉપસ્થિતિ

ફ્લોરિડા : યુ.એસ.માં ટાવરેસ ફ્લોરિડા મુકામે શાંતિ નિકેતનના ઉપક્રમે વેલેન્ટાઈન ડે ઉજવાઈ ગયો જેમાં 75 ઉપરાંત સિનિયર્સ તથા મહેમાનો હાજર રહ્યા હતા.ઉપસ્થિતોએ ભારતીય વાનગીઓનો સ્વાદ માન્યો હતો.બૉલીવુડ સોંગ્સ ગવાયા હતા તેમજ વેલેન્ટાઈન ડે વિષે શ્રી ઇન્દુકુમારે લખાણ વાંચી સંભળાવ્યું હતું

 સુશ્રી ગીતા ચંદ્રને 10 કવીઝ પ્રશ્નો પૂછ્યા હતા.કેદાર  વર્માએ વેલેન્ટાઈન દેવી વિષે પ્રાર્થના ગઈ સંભળાવી હતી.સહુએ મ્યુઝિક ગેમનો આનંદ માણ્યો હતો બાદમાં શ્રી રાજેન્દ્ર પ્રસાદે સહુનો આભાર માન્યો હતો તેવું unn દ્વારા જાણવા મળે છે.

(2:22 pm IST)