Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

યુ.એસ.માં GOPIO -CT -ચેપટરની પ્રવૃત્તિઓનો અહેવાલ ખુલ્લો મુકતા સ્ટેન્ફોર્ડ મેયર ડેવિડ માર્ટિન : નવા હોદેદારોનો સોગંદવિધિ કરાવ્યો

કનેક્ટીકટ : યુ.એસ.માં ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજીન (GOPIO) કનેક્ટીકટ ચેપટરની 2020 ની સાલની કામગીરીનો અહેવાલ સ્ટેનફોર્ડ મેયર ડેવિડ માર્ટિનના વરદ હસ્તે ખુલ્લો મુકાયો હતો.
આ પ્રસંગે મેયર ડેવિડએ જણાવ્યું હતું કે આ ઓર્ગેનાઇઝેશન માત્ર ભારતીયો જ નહીં તમામ કોમ્યુનિટી માટે મહિલા સશક્તિકરણ ,ચિલ્ડ્રન લર્નિંગ સેન્ટર ,સહીત વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેનો મને આનંદ છે.
સંમેલનમાં ઇન્ટરનેશનલ ચેરમેન ડો.થોમસ અબ્રાહમએ  હાજરી આપી હતી તથા જણાવ્યું હતું કે ઓર્ગેનાઈઝેશનના વિશ્વમાં 100 ઉપરાંત ચેપટર્સ સેવાકીય ક્ષેત્રે કાર્યરત છે.

આ તકે ચેપટર ચેર સુશ્રી ભાવના જુણેજાએ 2020 ની સાલના નવા હોદેદારોના નામોની ઘોષણા કરી હતી  જે અંતર્ગત શ્રી આશિક નીચાની ,શ્રીનિવાસ અકારપૂ ,શ્રી પ્રસાદ ચિંતલપુડી ,શ્રી રાજ મિશ્રા ,સુશ્રી મીરા બંતા ,શ્રી બિરૂ શર્મા ,સુશ્રી અનિતા ભટ્ટ ,સુશ્રી જ્યા દટ્ટાદાર ,શ્રી રવિ ધીંગરા ,શ્રી ઉદય નીલમ ,શ્રી રામ્યા સુબ્રમણિયમ ,સુશ્રી પ્રાચી નારાયણ ,શ્રી સુધીર ડિસોઝા ,સહિતનાઓનો સમાવેશ થતો હતો.

(2:03 pm IST)