Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

શીખોના તીર્થધામ કરતારપુર ગુરુદ્વારાના 100 દિવસમાં 50 હજાર લોકોએ દર્શન કર્યા : 9 ડિસેમ્બર 2019 ના રોજ ખુલ્લા મુકાયેલા કોરિડોરનો દરરોજ 5 હજાર લોકો લાભ લેશે તેવો અંદાજ ખોટો પડ્યો : પાકિસ્તાનની પાસપોર્ટ સહિતની શરતોએ સંખ્યા ઘટાડી દીધી

પંજાબ : ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલા શીખોના વિશ્વ વિખ્યાત કરતારપુર ગુરુદ્વારાના દર્શને જવા માટે 9 ડિસેમ્બર 2019 ના રોજ કોરિડોર ખુલ્લો મુકાયો હતો જેનું ઉદ્ઘાટન ભારતની બોર્ડર ઉપરથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા પાકિસ્તાન બોર્ડર ઉપરથી ઇમરાનખાને કર્યું હતું

આ તિર્થધામે જવા માટે દરરોજ 5 હજાર લોકો ઉમટી પડવાનો અંદાજ હતો પરંતુ પાકિસ્તાને પાસપોર્ટ ફી સહીત મુકેલી આકરી શરતોના કારણે 100 દિવસમાં કુલ 50146 લોકો દર્શન કરવા જઈ શક્યા છે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:57 am IST)