Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

અમેરિકાની મિલિટરીમાં રાઇફલ કમાન્ડો તરીકે ફરજ બજાવતા ગુજરાતી મૂળના યુવાન પાર્થ પટેલનો દબદબો : મિલિટરી કેમ્પમાં ૧૨૫ સૈનિકો વચ્ચે થયેલી રાઈફલ શુટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ સાથે " આર્મી એચિવમેન્ટ મેડલ " મેળવ્યો : આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું

આણંદ : અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા ચરોતર ગામના વતની યુવાન પાર્થ પટેલએ સમગ્ર વિશ્વમાં વતનનું નામ રોશન કર્યું છે.જેઓ અમેરિકા મીલટરીમાં રાઈફલ કમાન્ડો તરીકેની ફરજ બજાવે છે.તેમણે   મીલટરી કેમ્પમાં ૧૨૫ સૈનિકો વચ્ચે થયેલી રાઈફલ શુટીંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ મૂળ અડાસ ગામના વતની અને આણંદને કર્મભૂમિ બનાવનાર દર્શકકુમાર ભાનુભાઈ પટેલ જેઓ ૨૪ વર્ષ સુધી આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સેક્રેટરી તેમજ વર્ષ ૨૦૧૨થી લોકસેવા માટે મધુદિપ ફાઉન્ડેશનનાં મંત્રી પદે કાર્યરત છે. જેઓ છેલ્લા કેટલાંક વર્ષોથી યુ.એસ.એ. સ્થિત પરિવાર સાથે વસવાટ કરે છે. જે પરિવારનો પુત્ર ચિ. પાર્થ પટેલ જે. યુ.એસ. આર્મીમાં કોવેટ્રી સ્કાઉટ (૧૯ડી) આર્મીમાં ફરજ બજાવી રહ્યો છે.
જે  અંગે વધુ વિસ્તારથી વાત ટેલીફોનિક વાત કરતા અમેરિકા સ્થિત દર્શનકુમાર પટેલ જણાવે છે મારા પુત્ર પાર્થ પટેલનો જન્મ ૦૧/૦૫/૧૯૯૬માં આણંદમાં  થયો હતો અને તેણે  પાયાનું શિક્ષણ આણંદ શહેરની ડી.એન. હાઈસ્કૂલમાં મેળવી કોલેજ સુધીનો અભ્યાસ આણંદથી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૬માં અમેરિકા સ્થિત એમેઝોન કંપનીમાં જોડાયો હતો. ત્યાંના મેનેજર રીટાયર્ડ આર્મી ચીફે પાર્થના કદ કાઠીને જોઈ તેને યુ.એસ.એ. આર્મી જોઈન્ટ કરવાની સલાહ આપી હતી. આમ સતત બીજાને મદદ કરવાની અને માર્ગદર્શન આપવાની વૃત્તિ ધરાવતા પાર્થ પટેલને આજે અન્યની મદદ મળતા તે આર્મી જોઈન્ટ કરી અને તમામ કસોટીમાં ખરો ઉતર્યો હતો.
ત્યારબાદ હાલ તાજેતરમાં તે આર્મી બેઝ કેમ્પમાં ૬૩ આરમોર રેજીમેન્ટમાં શૂટીંગ સ્પર્ધામાં ૧૨૫ સૈનિકોમાં પ્રથમ નિશાનેબાઝનો ધ આર્મી એચિવમેન્ટ મેડલ
મેળવનાર પ્રથમ આણંદનો યુવક સૌપ્રથમ રાઈફલ કમાન્ડર બન્યો હતો. જેને લઈ તેણે ભારતીય એન.આર.આઈ. સમાજ અને સમગ્ર ચરોતર પટેલ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. જેને લઈ પરિવારજનોએ આ કારકિર્દીની સિદ્ધિને વધાવી  લીધી છે.

જીગ્નેશ પટેલ આણંદ

(12:30 pm IST)