Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

અમેરિકાના ફલોરિડામાં ભારતીય મૂળના નાગરિક ઉપર ગોળીબારઃ પેટ્રોલ પંપ ઉપર કામ કરતા ૪૮ વર્ષીય કે. ગોવર્ધન રેડ્ડીનું કરૂણ મોતઃ પત્ની તથા ૨ પુત્રીઓ નોંધારા બન્યા

ફલોરિડા : અમેરિકામાં ફરી એકવાર ભારતીય નાગરિક ગોળીબારનો ભોગ બન્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ફલોરિડામાં પેટ્રોલ પંપ ઉપર કામ કરતા ભારતીય મૂળના હૈદ્રાબાદના વતની ૪૮ વર્ષીય કે. ગોવર્ધન રેડ્ડી ઉપર મંગળવારે ગોળીબાર કરાતા તેમનું કરૂણ મોત થયું છે.

માસ્ક પહેરીને આવેલા હુમલાખોર ગોળીબાર કરી નાસી છુટતા સ્થાનિક પોલીસે ૩ શકમંદ વ્યકિતઓની ધરપકડ કરી છે.

સદગત રેડ્ડીની હત્યાા કારણે તેમના પત્ની તથા ૨ પુત્રીઓ નિરાધાર બની ગયા છે. હજુ પાંચ વર્ષ પહેલા જ તેઓ ભારતથી અમેરિકા આવ્યા હતા.

(6:37 pm IST)