Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

શીખ અમેરિકન કર્મચારી ઉપર ગરમ કોફી રેડી ઇજા પહોંચાડનાર ઉપર" હેટ ક્રાઇમ "એક્ટ લગાવાયો : કેલિફોર્નિયામાં આવેલા સ્ટોરમાં નોકરી કરતા શીખને મુસ્લિમ સમજી લમધાર્યો હતો

કેલિફોર્નિયા : કેલિફોર્નિયામાં આવેલા સેવન ઇલેવન માં નોકરી કરતા શીખ કર્મચારી ઉપર ગરમ કોફી રેડી દઈ માથા ઉપર  પ્રહારો  કરી ઇજા પહોંચાડનાર આરોપી ઉપર હેટ ક્રાઇમ ચાર્જ લગાડવામાં આવ્યો છે. 43 વર્ષીય નિરાશ્રિત આરોપી જ્હોન ક્રેઈન આ રેસ્ટોરન્ટમાં આવ્યો હતો જ્યાં તેણે  જાતે કોફી બનાવી પીધી હતી.બાદમાં નાણાં ચૂકવ્યા વિના જતો હોવાથી તેને રોકનાર શીખ કર્મચારી ઉપર તેણે ગરમ કોફી રેડી દીધી હતી તથા માથામાં પ્રહારો કરી ઇજા પહોંચાડી હતી.આરોપીના જણાવાયા મુજબ તેણે કર્મચારીને મુસ્લિમ સમજીને માર માર્યો હતો.કારણકે તેને  મુસ્લિમો ઉપર નફરત છે.આરોપીની ધરપકડ કરી તેના ઉપર હેટ ક્રાઇમ ચાર્જ લગાવાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:37 pm IST)