Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

‘‘એવરી ચાઇલ્‍ડ ઇન સ્‍કૂલ એન્‍ડ લનીઁગ વેલ'': ભારતના જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્‍યે શિક્ષણ આપતી નોનપ્રોફિટ સંસ્‍થા ‘‘પ્રથમ USA''નું સૂત્રઃ ૨૦૧૭ની સાલમાં ‘‘રીડ થોન''ના આયોજન થકી ૬૫ હજાર ડોલર ભેગા કરી દીધાઃ રીડ થોનમાં શામેલ થનાર હયુસ્‍ટના બાળકોને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા

હયુસ્‍ટનઃ ભારતના બાળકોને શિક્ષિત બનાવવા કાર્યરત નોનપ્રોફિટ સંસ્‍થા પ્રથમના ઉપક્રમે હયુસ્‍ટનમાં વાર્ષિક રીડથોન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. જેમાં હયુસ્‍ટનના બાળકોએ ભાગ લઇ નક્કી કરેલી સંખ્‍યામાં પુસ્‍તકો વાંચ્‍યા હતા. મે થી ડીસેં.૨૦૧૭ દરમિયાન આ બાળકોએ ૩૧૫૧ ડોલર ભેગા કરી દીધા હતા. તથા વર્ષ દરમિયાન પ્રથમ યુ.એસ.એ. રીડથોન દ્વારા ૬૫૭૨૩ ડોલરની રકમભેગી થઇ ગઇ હતી.જેનો ઉપયોગ ભારતના બાળકોને શિક્ષણ આપવા કરાશે.

હયુસ્‍ટન ખાતેના બાળકોએ આ રીડથોનમાં ભાગ લેતા તેમનું સુગરલેન્‍ડમાં આવેલા મદ્રાસ પેવેલીયન ખાતે એવોર્ડ આપી બહુમાન કરાયું હતું. તેમણે પ્રથમનું સૂત્ર ‘‘એવરી ચાઇલ્‍ડ ઇનસ્‍કૂલ એન્‍ડ લર્નીગ વેલ'' સૂત્ર ઓન લાઇન અમલી બનાવવામાં આપેલા સહકાર બદલ વિરદાવાયા હતા. ઉલ્લેખનીય છેકે પ્રથમ સંચાલિત આ રીડથોનના ૧૯૯૫ની સાલથી અત્‍યાર સુધીના પ્રયત્‍નોને કારણે ભારતના ૫૦ મિલીયન બાળકોને અક્ષરજ્ઞાન તથા શિક્ષણ આપી શકાયા છે.  તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(10:03 pm IST)