Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિકી હેલીને' રેથ ઓફ પંડિત 'નું બિરુદ

વોશિંગટન : યુ.એન.ખાતેના અમેરિકાના પૂર્વ એમ્બેસેડર ઇન્ડિયન અમેરિકન સુશ્રી નિકી હેલીએ ઈરાન ઉપર અમેરિકાએ ડ્રોન હુમલો કરી તેના મેજર જનરલની કરેલી હત્યા બાબતે ડેમોક્રેટિક પાર્ટીના વિરોધની ટીકા કરતાં જણાવ્યું હતું કે આ હુમલાનો આરબ દેશો કે રશિયા કે ચીન સહિતના કોઈ દેશોએ વિરોધ કર્યો નથી.માત્ર ડેમોક્રેટિક  પાર્ટીએ જ વિરોધ નોંધાવ્યો છે.જે નવાઈ જનક છે.
સુશ્રી નિકી હેલીએ ઉમેર્યું હતું કે કોઈ પણ અમેરિકન નાગરિકે આ આતંકવાદને પ્રોત્સાહન આપતા ઇરાનના મેજરના મોતથી દુઃખ વ્યક્ત કર્યું નથી માત્ર ડેમોક્રેટિક નેતાઓ જ દુઃખી છે.જેમને પ્રેસિડન્ટ ટ્રમ્પ સામે વાંધો છે.
તેમના આ મંતવ્યે તેઓ રેથ ઓફ પંડિતનું બિરુદ મેળવવા હક્કદાર બનાવ્યા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:05 pm IST)
  • આ વર્ષે રાષ્ટ્રીય સાહસિકતા એવોર્ડ માટે પસંદ થયેલ 22 કિશોરો પૈકી 2 કાશ્મીરના છે access_time 9:36 pm IST

  • બીએસએફએ ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન બોર્ડર માટે ૧૫ દિવસ માટે એલર્ટ જારી કરેલ છે access_time 11:19 am IST

  • ૩૭૦ હટાવવા સામે સુનાવણી શરૂ : જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવવા અને તેની કાયદેસરતાને પડકારતી ૧૪૪ અરજીઓ ઉપર સુપ્રિમ કોર્ટના જસ્ટીસ એન.વી.રમન્નાની આગેવાની હેઠળ ૫ જજોની બેન્ચે સુનાવણી શરૂ કરી છે access_time 1:00 pm IST