Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ઇન્ડિયન અમેરિકન શીખ શ્રી અમૃતસીંઘ ટેક્સાસમાં હેરિસ કાઉન્ટીના ડેપ્યુટી કોન્સ્ટેબલ બન્યા : ફરજ ઉપર હોય ત્યારે પણ પાઘડી , દાઢી તથા લાંબા વાળ રાખી શકશે

ટેક્સાસ : ઇન્ડિયન અમેરિકન શીખ યુવાન 21 વર્ષીય શ્રી અમૃતસીંઘ  ટેક્સાસમાં હેરિસ કાઉન્ટીના ડેપ્યુટી કોન્સ્ટેબલ બન્યા છે.તેઓ નવા અમલી બનેલા નિયમ મુજબ ફરજ ઉપર હોય ત્યારે પણ દાઢી અને લાંબા વાળ રાખી શકશે તેમજ પાઘડી પણ પહેરી શકશે

ઉલ્લેખનીય છે કે હેરિસ કાઉન્ટીમાં હજુ મંગળવારે જ અમલી બનેલા નવા નિયમ મુજબ પોલીસ પોતાની ધાર્મિક ઓળખ દર્શાવતા ચિન્હો રાખી શકશે જેનો લાભ મેળવનાર તેઓ સૌપ્રથમ પોલીસ બનશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:20 pm IST)