Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

" ખુલજા સિમ સિમ " : દુબઇ સ્થિત ભારતીય મૂળના શ્રીજિત નામના નાગરિકના કિસ્મત આડેનું પાંદડું ખસ્યું : લોટરી ડ્રોમાં 40 લાખ રૂપિયા અને લક્ઝરી કારમળ્યા

દુબઇ : છેલ્લા 10 વર્ષથી લોટરી ખરીદતા ભારતીય મૂળના શ્રીજિત નામક શખ્સની ધીરજનો આખરે અંત આવ્યો છે.તેને લોટરી ડ્રોમાં 40 લાખ રૂપિયા અને લક્ઝરી કારમળ્યા છે.

શ્રીજીતે લોટરી જીત્યા બાદ જણાવ્યું કે, ‘મને માનવામાં નથી આવી રહ્યું. હું દર વર્ષે આશાએ લોટરીમાં એક ટિકિટ ખરીદતો હતો કે ક્યારેક તો કિસ્મત સાથ આપશે. ઈનામનું મારા જીવનમાં ઘણું મહત્વ છે અને હવે મને લાગે છે કે મારું સપનું પૂરું થઈ શકે છે. મારા બે બાળકો છે અને ત્રીજા બાળકનો ઈંતજાર છે. નાણાંની મદદથી હું બાળકોનું ઉજ્જવળ ભાવિ સુનિશ્ચિત કરી શકીશ.’

(2:01 pm IST)
  • તાપમાન ઉચકાતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું : ઠંડા પવને પોરો ખાતા આંશિક રાહત :નલિયા ૮.૮ ડિગ્રા સાથે રાજ્યમાં મોખરે:ઠંડીનો હજુ એક રાઉન્ડ આવવાની શક્યતા access_time 9:41 pm IST

  • રાજકોટના મવડી ચોકડી પાસે યુવક પર છરીના ઘા ઝીકાયા : મવડી ચોકડી પાસેના બાપા સીતારામની ઘટના: હોન્ડા અથડાવવા બાબતે છરીના ઘા માર્યા : ઘવાયેલ યુવક સિવિલમાં દાખલ access_time 12:10 am IST

  • સુરતમાં બાળમજૂરી કરતા ૨૯ બાળકોને છોડાવાયા access_time 12:58 pm IST