Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

હવે પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચિપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયારીઃ વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર છેઃ તેમને સુખી અને સલામત રાખવા કેન્દ્ર સરકાર કટિબધ્ધઃ ૧૫મા ભારતીય પ્રવાસી દિનના ઉદઘાટન પ્રસંગે વારાણસી મુકામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉદબોધન

વારાણસીઃ હવેથી પેપર પાસપોર્ટને બદલે ઇલેકટ્રોનિક ચીપ સાથેના ઇ-પાસપોર્ટ આપવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જે માટે ભારત સરકાર સેન્ટ્રલાઇઝ પાસપોર્ટ સિસ્ટમ અમલી કરશે. જે અંતર્ગત પાસપોર્ટને લગતી તમામ પ્રક્રિયા વિશ્વ વ્યાપ્ત ભારતીય દ્તાવાસ તથા કોન્સ્યુલેટ ઓફિસોમાં અમલી બનાવાશે. તેવું આજરોજ વારાણસી મુકામે ૧૫મા ભારતીય પ્રવાસી દિવસના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું ઉપરાંત પર્સન ઓફ ઇન્ડિયન ઓરીજીન તથા ઓવરસીઝ સીટીઝન ઓફ ઇન્ડિયા માટે વીઝા આપવાની પ્રક્રિયા પણ સરળ બનાવવાની કામગીરી ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વિદેશોમાં વસતા ભારતીયો વતનના બ્રાન્ડ એમ્બેસેડર હોવાનું જણાવ્યું હતું આ ભારતીયો સુખી તથા સલામત રહી શકે તે માટે કેન્દ્ર સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. તથા છેલ્લા સાડા ચાર વર્ષમાં કેન્દ્ર સરકારે ર લાખ જેટલા વિદેશ સ્થિત ભારતીયોના પ્રશ્નો હલ કર્યા હોવાનું જણાવ્યું હતું.

(7:57 pm IST)
  • લોકસભાની ચૂંટણી માટે ભાજપે તમામ વિમાન અને હેલીકૉપટર બુક કરાવી લીધા :કોંગ્રેસને કરવો પડે છે સંઘર્ષ :કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપે ચૂંટણી માટે તમામ વિમાનો અને હેલીકૉપટરનું બુકીંગ કરાવી લેતા કોંગ્રેસ વિમાન અને હેલીકૉપટર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે access_time 1:18 am IST

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના હેલીકૉપટરનાં ઉતરાણ મામલે ભાજપ જૂઠ ફેલાવી રહી છે :હેલીકૉપટરને માલદામાં ઉતરાણ કરવાની મંજૂરી નહિ મળવા બાબતે બીજેપીના દાવાને તૃણમૂલ કોંગ્રેસે ફગાવ્યો :ટીએમસીએ કહ્યું કે ભાજપ જુઠાણું ફેલાવી રહી છે access_time 12:36 am IST

  • વિડીયો : ક્યાં જઈ રહ્યો છે આજનો યુવાવર્ગ ? : રાજકોટના યાજ્ઞિક રોડ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં ભરબપોરે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયું ધીંગાણું : અગમ્ય કારણોસર વિધાયર્થીઓના આ બન્ને જૂથે કરી ધોકા, હોકી સ્ટિક અને પાઇપ વડે ભારે મારામારી : સમગ્ર ઘટના cctvમાં થઇ કેદ : એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 5:19 pm IST