Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

''વર્લ્ડ સાયન્સ ફાઉન્ડેશન સ્કોલર્સ'': ૨૦૧૯ની સાલ માટે જાહેર કરાયેલી ૪૫ હાઇસ્કૂલ સ્ટુડન્ટસની યાદીમાં ૨ ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીનીનો સમાવેશ

સોફોમરઃ યુ.એસ.માં વર્લ્ડ સાયન્સ ફાઉન્ડેશન ઉપક્રમે ૨૦૧૯ની સાલ માટે જાહેર કરાયેલા હાઇસ્કૂલના ૪૫ સ્કોલર્સ સ્ટુડન્ટસની યાદીમાં બે ઇન્ડિયન અમેરિકન વિદ્યાર્થીનીઓએ સ્થાન મેળવ્યું છે. જેમાં આકૃતિ લક્ષ્મણન તથા સાંચી સંપથનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશનના જણાવાયા મુજબ મેથેમેટીકસ ક્ષેત્રે જેઓને વિશેષ રૂચિ છે તથા જેઓ સાયન્સ ક્ષેત્રે અવનવા સંશોધનોથી વાકેફગાર રહેવા ઉત્સુક છે તેવા હાઇસ્કૂલ સ્ટુડન્ટસને સ્કોલર્સ તરીકે પસંદ કરેલ છે.

આ ૪૫ સ્કોલર્સમાં સમાવિષ્ટ ૨ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસ પૈકી આકૃતિ ચાર્લોટ ખાતેની હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. પાણી સંબંધિત પ્રોજેકટમાં રસ છે. તથા સોફોમરમાં અભ્યાસ કરતી સાંચી તેની સ્કૂલની ચેસ કલબનું સંચાલન કરે છે.

(8:24 pm IST)