Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

યુ.એસ.માં ગેસ સ્ટેશન એટેન્ડન્ટ તરીકે કામ કરતા ભારતીય મૂળના યુવાનની હત્યાનો ભેદ હજુ સુધી અકબંધઃ ૧૭ ઓકટો ૨૦૧૭ના રોજ હત્યા થઇ હતીઃ સ્થળ ઉપરથી મળી આવેલા કારતૂસ આરોપીએ ઉપયોગમાં લીધેલી રિવોલ્રના નથી

પેન્સિલ્વેનિઆઃ યુ.એસ.ના પેન્સિલ્વેનિઆમાં ૧૭ ઓકટો.૨૦૧૭ના રોજ ગેસ સ્ટેશન એટેન્ડન્ટ તરીકે કામ કરતાં ભારતીય મૂળના ૪૪ વર્ષીય આદિત્ય ''સન્ની ''આનંદની હત્યા કરવાના તથા ધાડ પાડવાના આરોપસર પકડાયેલા એન્થોની એલિસ વિરૂધ્ધ પૂરતા પૂરાવાઓ હજુ સુધી નહીં જણાતા સુનાવણી પાછી ઠેલાઇ છે.

એન્થોની ઉપરના આરોપ મુજબ તેણે ગેસ સ્ટેશનમાં ર ગોળીઓ છોડી હતી જેમાંની એકથી આદિત્યનું મોત થયું હતું. પરંતુ આ ગોળીઓ તેની રિવોલ્વર સાથે મેચ થતી નહીં જણાતા ફેર તપાસ કરાશે. હાલમાં તે જેલમાં છે.

(8:21 pm IST)